બાગાયત ખેડૂતો માટે કોમ્પ્રિહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકાયું

બાગાયત ખેડૂતો માટે કોમ્પ્રિહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકાયું

તા.૨૧ સપ્ટેમ્બર વાત્સલ્યમ્ સમાચાર નીલકંઠભાઈ જોષી રાજકોટ

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ તા. ૨૧ સપ્ટેમ્બર – રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા બાગાયતી ખેડૂતોને ધ્યાનાન રાખીને વિવિધ  યોજનાઓ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત તેઓને સહાય આપવાના કાર્યક્રમ અંતર્ગત કોમ્પ્રિહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજના નવી બાબત તરીકે મંજૂર થયેલી છે. આ કાર્યક્રમ હેઠળ વ્યક્તિગત ખેડૂતોને ઓછામાં ઓછી બે હેક્ટર અને મહત્તમ ચાર હેક્ટર તથા ખેતીલાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ, એફ.પી.ઓ., એફ.પી.સી.  સહકારી મંડળીના સભાસદોને ઓછામાં ઓછી ૨ અને મહત્તમ ૫૦ હેક્ટર બહુ વર્ષાયુ ફળઝાડ વાવેતર માટે સહાય આપવામાં આવશે. આ ઉપરાંત પિયતના સાધનો, બાગાયત યાંત્રિકરણ, બાગાયત માળખાકીય સુવિધાઓ, વર્મીકમ્પોસ્ટ યુનિટ, પ્લાસ્ટિક આવરણ પૈકીના ઓછામાં ઓછા બે ઘટકમાં સહાય મળવા પાત્ર રહેશે.

આ યોજનામાં લાભ લેવા ઇચ્છુક ખેડૂતોએ તા. ૩૧ ડિસેમ્બર સુધી આઈ ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) પર કે ઈ-ગ્રામ સેન્ટર ખાતે જઈ કરવાની રહેશે.

અરજદારોએ ઓનલાઈન ફોર્મ ભરીને તેની નકલ સાથે ૭/૧૨,  ૮-અની નકલ, હક્કપત્રની નકલ, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના દાખલાની નકલ, આધારકાર્ડ તેમજ બેંક પાસબુકની નકલ, પ્રોજેક્ટ પ્રપોઝલ જરૂરી કોટેશન સાથે, રજીસ્ટર્ડ એફ.પી.ઓ.,એફ.પી.સી., સહકારી મંડળીના સભાસદોનું રજીસ્ટ્રેશન, હેતુ પ્રવૃત્તિઓ, સભ્ય/ સભાસદ વગેરેને લગતા જરૂરી દસ્તાવેજો તેમજ છેલ્લા ૩ વર્ષના ઓડિટરિપોર્ટ, જમીન તથા પાણીના ચકાસણીની રિપોર્ટની નકલ નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૩ ખાતે જમા કરાવી આપવાનું રહેશે. તેમ નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

 

વાત્સલ્યમ્ સમાચારના રાજકોટ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....