આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠા મા વીર શહીદના પરિવારને સહાય આપવામાં આવી

૨૨ સપ્ટેમ્બર

વાત્સલ્યમ્ સમચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

ભારત દેશના વીર શહીદ જવાનોના પરિવાર માટે કાર્ય કરતી સંસ્થા આઈ સપોર્ટ ફાઉન્ડેશન કે જે છેલ્લા પાંચ વર્ષથી ભારત દેશના વીર શહીદ જવાનો ના પરિવાર ને આર્થિક સહાય પહોચાડવાનું કાર્ય કરે છે અને ભુતકાળ માં પણ ઘણાં પરિવાર ને આપણી સંસ્થા દ્વારા સહાય પહોચાડી છે ત્યારે આ રાષ્ટ્ર સેવા ના એક ભાગરૂપે ગત તારીખ ૨૨/૦૯/૨૦૨૨ (ગુરુવાર) ના રોજ બનાસકાંઠા જીલ્લાના (મોટા ગામ) ના વીર શહીદ મહેન્દ્રસિંહ મફુસિંહ હડિયોલ અને (ધાનેરા તાલુકાના મગરાવા ગામનાં) વીર શહીદ ભલાભાઈ નારણભાઈ ચૌધરી ના પરિવાર ને ૫૧૦૦૦-૫૧૦૦૦ (એક પરિવાર ને એકાવન હજાર) ની શૌર્ય સહાય અર્પણ કરી શહીદ જવાનોના ચરણોમાં પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી અને સાથે સાથે ભવિષ્યમાં પણ આપણી સંસ્થા આઈ સપોર્ટ ફાઉન્ડેશન હંમેશા શહીદ પરીવાર સાથે સંકળાયેલી રહેશે એવી બાહેંધરી અપાઈ હતી.

વાત્સલ્યમ્ સમાચારના બનાસકાંઠા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારના બનાસકાંઠા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....