જેતપુર શ્રી હરિ વૃધ્ધાશ્રમ જેતપુર ખાતે સંચાલક શ્રીજોષીબાપાની પ્રેરણાથી ” કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ” દ્વારા જેતપુરના કર્મકાંડ કરતા બ્રાહ્મણોના ઉત્કર્ષ માટે એક સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું

તા.૨૨ સપ્ટેમ્બર

વાત્સલ્યમ્ સમાચાર

અમૃત સિંગલ જેતપુર

જેતપુરના ધારેશ્વર નજીક આવેલ શ્રી હરિૐ વૃધ્ધાશ્રમ ખાતે સંચાલક શ્રીજોષીબાપાની પ્રેરણાથી કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જેતપુર ના કર્મકાંડ કરતા બ્રાહ્મણોના ઉત્કર્ષ માટે એક સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમાં સુરતથી ગીર્વાણભાઈ શુક્લ, નરેન્દ્રભાઇ રાવલ મહેસાણાથી કૌશલભાઈ દવે, સાહિલભાઈ રાવલ,નૈમિતભાઈ શાસ્ત્રી, લાલભાઈ તથા રાજકોટથી અશોકભાઈ દવે વગેરે હોદ્દેદારો એ ભૂદેવોના સંગઠન અને ઉત્કર્ષ માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. સૌરાષ્ટ્ર કચ્છ સમાજનાં જીલ્લાપ્રમુખ શ્રી પ્રદીપભાઈ જોષી, જામનગર બ્રહ્મસમાજના પ્રમુખશ્રી મનોજભાઈ જોષી, સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના પ્રમુખશ્રી હિતેષભાઇ રાવલ, ઉપેન્દ્રભાઈ વ્યાસ, પત્રકાર શ્રી સચિનભાઈ દવે, જેતલસર થી હરેશભાઈ પંડ્યા દ્વારકાથી શ્રીપરાગભાઈ જોષી તેમજ ચલાળાથી શ્રીરતિદાદાએ ઊપસ્થિત રહી ભૂદેવોના ઉત્સાહ માં અભિવૃધ્ધિ કરી હતી.

આ કાર્યક્રમ ને સફળ બનાવવાં માટે શ્રીનિલેશભાઈ જોષી, શ્રીજીજ્ઞેશભાઈ જોષી તેમજ ધર્મેશભાઈ પંડ્યા (બીટુભાઈ) વગેરે ભૂદેવોએ જહેમત ઉઠાવી હતી

વાત્સલ્યમ્ સમાચારના રાજકોટ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....