જૂનાગઢ: કેન્દ્રિય મત્સ્યપાલન મંત્રીએ સાગર પરિક્રમા યાત્રાનો કરાવ્યો પ્રારંભ

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આજરોજ સાગર પરિક્રમા યાત્રા આરંભ પૂવૅ માંગરોળના રામલીલા મેદાનમાં વિશાળ જનસભા સંબોધતા મંત્રી શ્રી પરશોતમભાઈ રૂપાલાએ જણાવ્યું કે PM મત્સ્ય સંપદા યોજન હેઠળ માતબર રૂ.20.000 કરોડનું જંગી અનુદાનફાળવ્યું છે.આ સાથે જ મત્સ્ય ક્ષેત્રના આંતરમાળખાકીય વિકાસ માટે રૂ.15,000 કરોડના બજેટની જોગવાઈ કરી છે.એટલું જ નહીં માછીમારોના વિકાસ માટે અને આ ઉદ્યોગને વેગ આપવા માટે પ્રધાનમંત્રીશ્રીએ એક અલાયદા મંત્રાલયની રચના કરી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આ  સાથે મંત્રીએ કહ્યું કે. પ્રધાનમંત્રીશ્રીએ ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે 3 લાખનું ધિરાણ ઉપલબ્ધ કરાવતું કિસાન કેડેટ કાડૅ માત્ર  ખેડૂતો પૂરતું સીમિત ન રાખતા તેમાં સાગરખેડુઓનો પણ સમાવેશ કયોં છે. જેથી માછીમારી સાથે જોડાયેલા લોકોને ત્રણ લાખનું ધિરાણ ઝીરો ટકા વ્યાજે ધિરાણ મળી રહ્યું છે.

 

 

આ  માટે કેન્દ્ર સરકાર 3 અને રાજ્ય સરકાર 4 ટકા વ્યાજ સહાય આપી રહ્યા છે. આમ,ગામીણ અથૅતંત્રને પણ વેગ મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય મત્સ્ય પેદાશોના નિકાસ માટે વધુ યોગદાન આપે તેનાથી દેશની આવકમાં વૃદ્ધિ થવાની સાથે માછીમારોના આથિઁક વિકાસને વેગ મળશે તેમ જણાવતા મંત્રી શ્રી પરશોતમભાઈ રૂપાલાએ  કહ્યું કે દેશ- ગુજરાતમાં ડીપ ફિશિંગ વણખેડયું રહ્યં છે. ઉપરાંત   મત્સ્યોદ્યોગ ક્ષેત્રે પ્રોસેસિંગના વિકાસની અપાર સંભાવના રહેલી છે. ત્યારે આ દિશામાં નવીન ટેકનોલોજી અપનાવી મત્સ્યોદ્યોગને વેગ આપી શકશે.

 

આ  સાથે તેમણે કહ્યું કે. દરિયા કિનારા નજીક માછલીઓ મળતી નથી. જેથી ભારત સરકારે સ્ટોક રિન્ચિંગ   માટે જુદા જુદા પગલાં આપી શકાય.

 

કેન્દ્રીય મંત્રી શ્રી પરશોતમભાઈ રૂપાલા વિશાળ બાઈક રેલી સાથે માંગરોળના રામલીલા મેદાન ખાતેના સભા સ્થળે પહોંચતા ઉપસ્થિત બહેનોએ પુષ્પો વૃષ્ટિથી સ્વાગત કયુઁ હતું.

 

 

 

 

  • ——- રિપોર્ટર વસંત અખિયા, માંગરોળ
વાત્સલ્યમ્ સમાચારના જુનાગઢ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....