જેતપુરના યાત્રાધામ વિરપુરમાં યોજાયેલી જાહેરસભામાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ આમ આદમી પાર્ટી પર કર્યા આકરા પ્રહાર

તા.૨૨ સપ્ટેમ્બર

વાત્સલ્યમ્ સમાચાર

અમૃત સિંગલ જેતપુર

મારાથી મજબૂત ધારાસભ્ય મળે ત્યારે એને ચૂંટીને બેસાડજો: ધારાસભ્ય જયેશ રાદડીયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સતત સભાઓ ગજાવી રહી છે. અને સતત ગેરેન્ટી આપી રહી છે. આ દરમિયાન વિરપુર ખાતે યોજાયેલી જાહેરસભામાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ આમ આદમી પાર્ટી પર આરોપ લગાડતા કહ્યું હતું કે, ‘હજુ સત્તામાં નથી ત્યાં ઉદ્યોગપતિઓ પાસે ખંડણીઓ માગે છે’ આ ઉપરાંત તેમણે ધારાસભાની ચૂંટણી લડવાના સંકેત આપતા જણાવ્યું હતું કે, મારાથી મજબૂત ધારાસભ્ય મળે ત્યારે એને ચૂંટીને બેસાડજો.

જેતપુર તાલુકાના યાત્રાધામ વિરપુર ગામે રાજકોટ ડીસ્ટ્રીક્ટ કો.ઓપ.બેંક ની વાર્ષીક સાધારણ સભા ધારાસભ્ય જયેશ રાદડીયાના અધ્યક્ષસ્થાને બુધવારે યોજાઈ હતી. જેમાં જયેશ રાદડિયાએ આમ આદમી પાર્ટી પર આકાર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે, બે મહિનાની અંદર ચૂંટણી આવી રહી છે. એટલે હમણાં નવા સાવેણા વાળા નીકળ્યાં છે પેલા ન હતા હવે આવ્યા, ચૂંટણી પછી કોઈ દેખાતું નથી. 5 વર્ષમાં કોઈ દેખાતું નથી. અને આમ આદમી પાર્ટી વાળા તો ગરેન્ટી કાર્ડ આપે છે. પણ તમે આમ આદમી પાર્ટીની ગેરેન્ટી ક્યાં લેવા જશો ? અમે અહી બેઠા છીએ તો અમારા આગેવાનો અમારી ગેરેન્ટી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ભાજપ કે કોંગ્રેસે ખંડણી માટે ફોન કર્યો એવું બન્યું નથી. આમાં આદમી પાર્ટીમાં એવી ટોળી ભેગી થઈ છે. જે કારખાનેદારને ફોન કરીને તેની પાસેથી રૂ.10 લાખની માંગણી કરે છે. હજી સત્તા શું છે એ જોયું નથી અને ખંડણીના ફોન કરે છે. તો સત્તામાં આવી જાય તો આપણી સુરક્ષાનું શું ? ધારાસભ્ય અને નેતા તમારો મજબૂત હોવો જોઈએ મારાથી મજબૂત ધારાસભ્ય મળે ત્યારે એને ચૂંટીને બેસાડજો અને હું પણ એને સ્વીકારીશ અને તમારી સાથે નીચે બેસીશ.ત્યારે કહીશ બીજાને તક આપો મારે ચૂંટણી નથી લડવી.

ધારાસભ્ય જયેશ રાદડિયાએ નેતૃત્વ અંગે કહ્યું કે, અમે પરિવારનો સબંધ નિભાવવાના પ્રયાસ કર્યા છે. 2017ની ચૂંટણી મારા માટે અઘરી હતી. વિઠ્ઠલભાઈ બીમાર હતા. મારા માટે અનેક મુશ્કેલી અહી કામ કરતી હતી. આવા કેટલાય પ્રયત્નો કરતાં હતા. 2017 મને જેતપુર જામકંડોરણાએ 25 હજારની લીડ આપી છે. ત્યારે હવે ભાજપને જીતાડવાની જવબદારી તમારી છે.

વાત્સલ્યમ્ સમાચારના રાજકોટ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....