મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિ દિવસે પીપળી-જેતપર અણિયારી રોડ પર મોટર સાયકલ રેલી આયોજન

 

 

 

 

 

 

 

    ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

 

 

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિ દિવસે પીપળી-જેતપર અણિયારી રોડ પર મોટર સાયકલ રેલી આયોજન

 

 

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ચુંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ડોર ટુ ડોર જઇને કોંગ્રેસે આપેલ આઠ વચનો લોકોને જણાવવામાં આવશે. તેમજ બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે બાઈક રેલીનું આયોજન કરવામાં આવશે.

 

 

ગુજરાત વિધાન સભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસે પણ તૈયારી કરી લીધી હોય તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ભાઈ ઠાકોરની સૂચના અનુસાર બુધવારે, બપોરે ૩-૦૦ વાગ્યે મોરબી ખાતે મોરબી શહેર, મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિની આગામી ચૂંટણીલક્ષી માર્ગદર્શન, દરેક બુથ પર ઘેર ઘેર જઈ કોંગ્રેસ દ્વારા અપાયેલ આઠ વચનો મતદારો સધી

 

 

 

પહોંચાડવાની યોજના તથા બે ઓક્ટોબર ના રોજ ગાંધી જયંતિ દિવસે પીપળી-જેતપર -અણિયારી રોડ પર મોટર સાયકલ રેલી કાઢવા અંગેની અગત્યની મીટીંગ રાખેલ હતી . જેમાં મોરબી તાલુકા શહેર કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, દરેક ફ્રન્ટલ – સેલ/મોરચાના પ્રમુખો – , સ્થાનીક સ્વરાજની ચૂંટણી લડેલ ઉમેદવારો, કોંગ્રેસના સૌ કાર્યકર્તા ભાઇઓ – બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

વાત્સલ્યમ્ સમાચારના મોરબી જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....