સાધલી ખાતે નવસર્જન ટ્રસ્ટ દ્વારા વિશાળ બેનર સાથે આભડછેદ મુક્ત ભારત કાર્યક્રમ યોજાયો


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે આજરોજ નવસર્જન ટ્રસ્ટ વડોદરા દ્વારા શિનોર તાલુકાના સાધલી બસ સ્ટેન્ડ પાસે આભડછેદ પ્રથા નાબૂદ કરવા માટેનાં આયોજન ને લઈ જે કોઈ પક્ષ દ્વારા આભડછેદ પ્રથા દૂર કરવાની ઘોષણા કરવામાં આવશે તે પક્ષ નેજ દલિત તેમજ આદિવાસી સમાજ ને એક થઇ મત આપવા જણાવ્યું હતું.
જેમાં ૯૦ મીટર નાં બેનર સાથે નવ સર્જન ટ્રસ્ટ નાં કાર્યકરો દ્વારા સાધલી બસ સ્ટેન્ડ પાસે ઊભા રહીને અને આવનાર વિધાન સભાની ચૂંટણીમાં જે કોઈ પણ પક્ષ દ્વારા પોતાના ચૂંટણી ઢંઢેરામાં આભડછેડ પ્રથા નાબૂદ કરવાનું નકકર આયોજન કરશે એ પક્ષનેજ દલિત તેમજ આદિવાસી સમાજ દ્વારા મત આપવામાં આવી આમ કહેવામાં આવ્યું હતું.
તેમજ સમગ્ર દલિત,- આદીવાસી સમાજ ને મત રૂપી પોતાની તાકાત દેખાડવાનું આહવાન કરવામાં આવ્યું હતું.

ફૈઝ ખત્રી..શિનોર

વાત્સલ્યમ્ સમાચારના વડોદરા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....