જુનાગઢમાં ૨૫ સપ્ટેમ્બરનાં રોજ યુવા ભાજપ દ્વારા રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન દોડ યોજાશે

જુનાગઢમાં ૨૫ સપ્ટેમ્બરનાં રોજ યુવા ભાજપ દ્વારા રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન દોડ યોજાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જુનાગઢ : આગામી તારીખ ૨૫ સપ્ટેમ્બરનાં રોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સુચનાથી જુનાગઢ મહાનગર યુવા મોરચા દ્વારા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ જુનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મેરેથોન દોડ ૨૫ સપ્ટેમ્બર રવિવારે સવારે ૫:૩૦ કલાકે બહાઉદ્દીન કોલેજ થી પ્રસ્થાન કરી મોતીબાગ, સરદારબાગ, ઝાંસીની રાણી સર્કલ થી ફરી મોતીબાગ અને ત્યાથી બહાઉદ્દીન કોલેજમાં સમાપન થશે.
આ દોડમાં જોડાનારા તમામ સ્પર્ધકો ને ભાજપા દ્વારા ટીસર્ટ આપવામાં આવશે.
આ મેરેથોન દોડ યુવા મોરચાના પ્રમુખ મનન અભાણી, મહામંત્રી વિનસ હદવાણી, અભય રીબડીયાના નૈતૃત્વમાં યોજાશે.
આ મેરેથોન દોડને સફળ બનાવવા માટે વનરાજ સુત્રેજા, રૂષિકેશ મર્થક, તેજસ જોષી, રવિ રૈયાણી, પરાગ રાઠોડ, સંજય રૂઘાણી, અનિલ પરમાર, આકાશ દવે, પ્રિતેશ અપારનાથી, પિયુષ ગઢવી સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
મેરેથોન દોડ માં જોડાવવા માટે 9714310025, 9898997964, 8880911111 પર સંપર્ક કરવા મિડિયા વિભાગ સંજય પંડ્યાની અખબારી યાદી જણાવાયું છે.

વાત્સલ્યમ્ સમાચારના જુનાગઢ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....