હાલોલ ખાતે નવરાત્રીને લઇ ખેલૈયા સહીત આયોજકોમાં થનગનાટ.

તા.૨૨.સપ્ટેમ્બર

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

જગત જનની ની માં અંબા ની ઉપાસના નો પવિત્ર પર્વ એટલે નવલા નોરતા.કોરોના કાળના બે વર્ષ બાદ ચાલુ વર્ષે ખેલૈયાઓ ગરબા રમી શકશે. જેને લઇ હાલોલ નગર સહીત તાલુકામાં નવરાત્રી પર્વની લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.જેને લઇ ગરબા આયોજકો દ્વારા ગરબા મેદાન તૈયાર કરવામાં લાગી ગયા છે અને હાલ આખરી ઓપ આપી રહ્યા છે. જ્યારે ખેલૈયાઓ પણ ગરબા રમવા માટેની તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. કારણ કે છેલ્લા બે વર્ષ કોરોના કાળને લઇ ગરબા રસીકો ગરબા રમી શક્ય ન હતા.ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ અપાતા આ વર્ષે નવરાત્રી પર્વની ઉજવણી કરવા ઉત્સુક જોવા મળી રહ્યા છે. હાલોલ નગર ખાતે કંજરી રોડ ઉપર નર્મદા નગર , ધવલ/ અશિયાળ નગર, ફુલાભાઇ પાર્ક, ગાંધી ચોક, તેમજ ચોક્સી બજાર ખાતે ગરબા આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરવામાં લાગી ચુક્યા છે.જ્યારે બે વર્ષની ગેપ બાદ નવરાત્રીનું આયોજન થઈ રહ્યું હોઈ ગરબે ઘુમવા માટે ખેલૈયોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.નવરાત્રિના આયોજનને લઇને બજારોમાં ચણીયા ચોળી,ભાતીગળ આભૂષણો, સૌંદર્ય પ્રસાધનો, દાંડિયા સહિત નોરતાને લગતી સામગ્રી ખરીદવા બજારોમાં ખેલૈયા જોવા મળી રહ્યા છે.

વાત્સલ્યમ્ સમાચારના પંચમહાલ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....