રાજકોટ જિલ્લા લીડ બેન્કની રિવ્યૂ બેઠક કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ

રાજકોટ જિલ્લા લીડ બેન્કની રિવ્યૂ બેઠક કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ

તા.૨૧ સપ્ટેમ્બર વાત્સલ્યમ્ સમાચાર નીલકંઠભાઈ જોષી રાજકોટ

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં લાભાર્થીઓની સામેલગીરી વધારવાનો અનુરોધ કરતા કલેક્ટરશ્રી

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ, તા.૨૧ સપ્ટેમ્બર – રાજકોટ ડિસ્ટ્રીક્ટ લેવલ કન્સલ્ટેટીવ કમિટી તથા રિવ્યૂ કમિટીની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં  વિવિધ બેન્કોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

રાજકોટ જિલ્લા લીડ બેન્કના ચીફ મેનેજર તથા લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજરશ્રી સંજય મહેતાએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં વિવિધ બેન્કો દ્વારા થતી ત્રિ-માસિક કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં આવતા મહિનામાં ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો છે ત્યારે,  લાભાર્થીઓને વિવિધ યોજનાકીય સહાય ચૂકવવા માટે વિવિધ બેન્કોનો સહકાર લેવા અંગે આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને સહકારી સહાય વિના વિલંબે અને સરળતાથી મળે તે જોવા કલેક્ટરશ્રીએ ખાસ સૂચના આપી હતી. જિલ્લામાં સુક્ષ્મ-લઘુ-મધ્યમ ઉદ્યોગકારોને પણ સરળતાથી ધિરાણ ઉપલબ્ધ કરાવવા અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી.

કલેક્ટરશ્રીએ સામાન્ય નાગરિકો માટે કેન્દ્ર સરકારની લાભકારી યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના વગેરેમાં લાભાર્થીઓની સંખ્યા વધે તેના પર ભાર મૂક્યો હતો.

 

વાત્સલ્યમ્ સમાચારના રાજકોટ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....