GUJARATNAVSARI

નવસારી: હોટલ-ગેસ્ટહાઉસ- રીસોર્ટ તેમજ અન્ય સ્થળોએ ભાડે રહેનારના ઓળખ પુરાવા અંગે જાહેરનામું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

દૈનિક માહિતી ઓનલાઇન મળી રહે તે હેતુથી
એપ PATHIK ગુજરાત પોલીસ દ્વારા બહાર પડાઇ નવસારી જિલ્લામાં બહારના જિલ્લા, રાજયો અને વિદેશમાંથી મોટા પ્રમાણમાં મુસાફરો આવે ત્યારે સ્થાનિક  સ્થાનિક હોટલ-ગેસ્ટ હાઉસ, રીસોર્ટ/ફાર્મ હાઉસ,ધર્મશાળા, ધાબા-કલબ હાઉસ,  મુસાફરખાના, ધાર્મિક સ્થળો તથા અન્ય સ્થળોએ ભાડેથી રૂમ રાખીને રહેતા હોય છે. આ મુસાફરોની સાથે દેશ વિરોધી અને અસામાજીક તત્વો પણ જિલ્લામાં આવી જાય અને દેશવિરોધી ભાંગફોડીયા પ્રવૃત્તિ કરે તેવી શકયતા રહેલી છે. આ પ્રકારની વોચ માટે ટેકનોલોજીના ઉપયોગી હોટલ માલિકો અને પોલીસને સુવિધા રહે અને દૈનિક ધોરણે માહિતી ઓનલાઇન મળી રહે તે હેતુથી એપ PATHIK ગુજરાત પોલીસ ઘ્વારા બહાર પાડવામાં આવી છે. આ PATHIK એપમાં દૈનિક ધોરણે દરેક સ્થાનિક હોટલ-ગેસ્ટહાઉસ/ રીસોર્ટ/ ફાર્મહાઉસ/ ધર્મશાળા/ મુસાફરખાના/ કલબ હાઉસના સંચાલક/ માલિક/ભાગીદાર/જવાબદારોએ એન્ટ્રી કરવાની રહેશે.

નવસારી જિલ્લામાં અન્ય જિલ્લાઓ, રાજય તથા વિદેશમાંથી આવતા આવા દેશ વિરોધી અને અસામાજીક તત્વો હોટલ/ગેસ્ટહાઉસ/રિસોર્ટ/ધર્મશાળા/ધાબા/કલબ હાઉસ/મુસાફરખાના/ધાર્મિક સ્થળે રૂમ ભાડે રાખીને રહે તેવી સંભાવનાઓ હોય અને સ્થાનિક વિસ્તાર/જગ્યા/સ્થળો/ વગેરેનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઇ ત્રાસવાદી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે.

જેને અનુલક્ષીને ઇન્ચાર્જ  અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.જી.વાઘેલાને મળેલી સત્તાની રૂએ સમગ્ર જિલ્લાની હોટલ/ ગેસ્ટહાઉસ/ રિસોર્ટ/ ધર્મશાળા/ ધાબા/ કલબ હાઉસ/ મુસાફરખાના/ ધાર્મિક સ્થળના માલિકે ગ્રાહકના રજીસ્ટર એન્ટ્રી કરવા માટે રીસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખવા તેમજ મેન્યુઅલ રજીસ્ટરમાં થતી તમામ એન્ટ્રીઓ PATHIK એપમાં ઓનલાઇન કરવા હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમ તા.૧૪/૦૮/૨૦૨૩ થી તા.૧૨/૧૦/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૫ હેઠળ  સજાને પાત્ર થશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!