અડાદરા મા ખાણ ખનીજ વિભાગ નાં અઘિકારી અને સુરક્ષા ગાર્ડ દ્વારા ટ્રેકટર ચાલક ઉપર હુમલો થતા ફરિયાદ

તારીખ ૨૩ નવેમ્બર

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

મંગળવાર ના રોજ બપોરના સુમારે કાલોલ તાલુકાના અડાદરા ગામ નજીક આવેલી શુક્લા નદીના પટમાં થી રેતી ભરીને જતા ટ્રેકટર ચાલક અને ખાનગી કાર લઈને આવેલ ગોધરા ખાતે ની ખાણ ખનીજ વિભાગ ની ટીમ નાં રોયલ્ટી ઇન્સ્પેકટર હિતેશ રામાણી અને તેમનાં સુરક્ષા ગાર્ડ વચ્ચે રેતી ખનન બાબતે વાતચીત દરમિયાન બોલા બોલી તકરાર ઝગડા ના સ્વરૂપમાં પરિણમી અને જોત જોતામાં હિંસક બની ટ્રેકટર માલીક સાદિક ઉર્ફે મોટો ફારૂક કડવા ઉપર ખનીજ વિભાગ ની ટીમ નાં સિકયુરિટી ગાર્ડે કાર માંથી હોકી લઈ આવી હુમલો કરી દેતા માથામાં વાગતા લોહી લુહાણ થઇ ગયા હતા જ્યારે અન્ય બે ઈસમો ને પણ ગડદા પાટું નો માર માર્યો હતો ઈજાગ્રસ્ત ને ૧૦૮ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા તેઓને માથા મા ચાર ટાંકા આવ્યા હતા આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફારૂક ઉર્ફે કાલી એહમદ કડવા દ્રારા નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી મળતી માહિતી મુજબ ખનીજ વિભાગ નાં અધિકારી પણ આ બનાવ અંતર્ગત ઈજાગ્રસ્ત થયા છે અને હાલ દવા સારવાર અર્થે દાખલ થયેલ છે જેઓની પણ ક્રોસ ફરિયાદ નોંધાવવાની શકયતાઓ છે.

વાત્સલ્યમ્ સમાચારના પંચમહાલ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....