હાલોલ-ભમરિયા ગામે પ્રેમીપંખીડાઓએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ

તા.૨૩.નવેમ્બર

વાત્સલ્યમ સમાચાર

કાદિર દાઢી.હાલોલ

 

હાલોલ તાલુકાના પાવાગઢ વિસ્તાર માં વધુ એક પ્રેમી પંખીડાઓ એ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે.હાલોલ તાલુકાના ભમરીયા ગામે યુવક યુવતીના મૃતદેહો એક ખેતરના છેડે વૃક્ષ ઉપર લટકેલા મળી આવતા સ્થાનિક રહીશે પાવાગઢ પોલીસ ને જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહો ને ઉતારી પીએમ વિગેરે ને કાર્યવાહી હાથ ધરી હતી.હાલોલ તાલુકા ના પાવાગઢ પોલીસ મથક વિસ્તારમાં યુવા પ્રેમી પંખીડાઓ એ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેવાની ઘટના સામે આવી છે, થોડા સમય પહેલા જ પાવાગઢ ના જંગલ વિસ્તાર માં આવી ઘટના બની હતી જેમાં યુવક યુવતીએ બાવળ ના વૃક્ષ ઉપર ઓઢણી થી સાથે ગળે ફાંસો ખાઈ લીધો હતો.આજે ફરી આવી ઘટના બની છે. ભમરીયા ગામે એક ખેડૂત ના ખેતર ના છેડે અલેડી ના વૃક્ષ ઉપર રસ્સી થી લટકતા યુવક યુવતી ના મૃતદેહો મળી આવતા સ્થાનિક ખેડૂતે પાવાગઢ પોલીસ મથક માં જાણ કરી હતી.૨૫ વર્ષીય યુવક અને ૨૧ વર્ષીય યુવતી વચ્ચે પ્રેમ સબંધ હતો, સાથે જીવી નહીં શકતા બંને એ યુવક ના ગામે જ સાથે મારવાનું નક્કી કર્યું. ભમરીયા ગામના જ યુવક ને હાલોલ ના નાના ચાડવા ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાઈ જતા આખરે પ્રેમ સંબંધો નો બંને એ ગળે ફાંસો ખાઈ અંત આણ્યો હતો.જ્યારે પાવાગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને ના મૃતદેહો ઉતારી હાલોલ રેફરલ હોસ્પિટલ માં લાવી પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાત્સલ્યમ્ સમાચારના પંચમહાલ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....