કોઠારીયાના નંદુબેન પરસાણાના અવસાન બાદ દેહદાન કરાયું

નંદુબેને હયાતીમાં જ પોતાના દેહનું દાન કરવા સંકલ્પ કરેલો, તેઓની અંતિમ ઈચ્છા પતિ અને પુત્રએ પુરી કરી
***

તા.૨૩/૧૧/૨૦૨૨, બુધવાર

રાજકોટ શહેરમાં ધીમે ધીમે દેહદાન માટે જાગૃતિ આવી રહી છે. મૃત્યુ બાદ અંગદાન અને દેહદાન કરવું જોઈએ તેવા સંકલ્પ લોકો સામેથી લઈ રહ્યા છે ત્યારે રાજકોટ નજીક કોઠારીયા ગામે રહેતા ખેડૂત પરિવારના વૃધ્ધા નંદુબેન ઘેલાભાઈ પરસાણા (ઉ.વ.૭૫)ના અવસાન બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં દેહદાન કરાયું છે. લેઉવા પટેલ સમાજનાં નંદુબેને અને તેમના પતિ ઘેલાભાઈએ વર્ષ ૨૦૦૯ માં જ પોતાની હયાતીમાં જ દેહદાન કરવા સંકલ્પ કરેલો. તા.૧૯/૧૧ ના રોજ નંદુબેનના અવસાન બાદ પતિ ઘેલાભાઈ પોપટભાઈ પરસાણા અને પુત્ર હરેશભાઇએ નંદુબેનના સંકલ્પ મુજબ જ તેમના દેહનું દાન કર્યું છે અને અન્ય લોકોને પણ દેહદાન કરવા પ્રેરણા આપી છે.

વાત્સલ્યમ્ સમાચારના રાજકોટ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....