પતિ ની મારઝૂડ અને ત્રાસ થી કંટાળી જઈ ને ઝેરી દવા પી જઈ આપઘાત કરી લેવાનો કિસ્સો ડેડીયાપાડા પંથક મા સામે આવ્યો

 

તાહિર મેમણ : ડેડીયાપાડા પોલીસ મથકે આપઘાત ની દુષ પ્રેરણા અને ઘરેલુ હિંસા ની કલમો હેઠળ નોંધાયેલા ગુના ની વિગત પ્રમાણે તારીખ 20-11-2022 ના ડેડીયાપાડા ના વડીવાવ ગામે નિકિતાબેન કિરણભાઈ બળદેવભાઈ તડવી નામ ની 20 વર્ષીય પરણિત મહિલા એ ખેતર મા ઝેરી દવા પી જતા તેઓનું મરણ થયું હતું…

 

ત્યારે આ બાબતે મરણ જનાર ની વિધવા માતા એ ડેડીયાપાડા પો.મથકે ફરિયાદ આપી હતી કે તેમની દીકરી એ આરોપી કિરણભાઈ બળદેવભાઈ તડવી રહેવાસી વડી વાવ તાલુકો ડેડીયાપાડા જિલ્લો નર્મદા નાઓ સાથે બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા.

અને આરોપી મરણ જનરલ એટલે કે તેમની પત્ની નિકિતાબેનને લગ્નના બે માસ બાદથી જ ખોટા ખોટા વહેમ કરી માર જોડ કરી ગાળા ગાળી કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપતો હતો..

ત્યારે આરોપી એ તારીખ 19-11-2022 ના રોજ મરણજનાર નિકિતાબેન સાથે ગાળા ગાળી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી મળી જવા માટે મજબૂર કરતા નિકિતાબેને મજબૂર થઈ ઝેરી દવા પી જતા મરણ ગયા છે તે બાબતની પોલીસ ફરિયાદ ડેડીયાપાડા પોલીસ મથકે લખાવતા ડેડીયાપાડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી ડી પટેલ દ્વારા આ મામલે આપઘાત પ્રેરણા નો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

વાત્સલ્યમ્ સમાચારના નર્મદા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....