બી.આર.સી.દિયોદર‌ કક્ષાએ નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત બાળ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યુ

24 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ભારત સરકારની રાષ્ટ્રિય શિક્ષણ નીતિ – ૨૦૨૦ અંતર્ગત નિપૂણ ભારત કાર્યક્ર્મ હેઠળ વાર્તા કથન આધારિત શિક્ષણ શાસ્ત્ર ને વેગ આપવા ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૨- ૨૩ બાળ વાર્તા વર્ષ તરીકે તેમજ ગિજુભાઈ બઘેકા નાં જન્મ દિવસ ૧૫ નવેમ્બર ને બાળ વાર્તા વર્ષ તરીકે ઉજવવાનું ઠરાવેલ છે તે ઉપક્રમે આજે દિયોદર તાલુકા ની બી.આર.સી. કક્ષાની સ્પર્ધા બીઆરસી ભવન ખાતે રાખવામાં આવી હતી BRC દિયોદર કક્ષાએ નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત વાર્તા કથન અને નિર્માણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ત્રણ વિભાગ માં બાળકોની સ્પર્ધા થઈ હતી.જેમાં કુલ ૪૨ બાળકોએ CRC કક્ષાએ વિજેતા થયેલા બાળકો BRC તાલુકા કક્ષાએ ભાગ લીધો હતો.જેમાં વાતમ સેન્ટર તરફથી ધોરણ ૧ અને ૨ વિભાગમાં મકવાણા કુલદીપ હીરાભાઈ એ વાર્તા કથન માં સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી વાતમ સેન્ટર અને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.પટેલ જય મનીષભાઈ પ્રીપેરેટરી સ્ટેજ માં પ્રથમ નંબર મેળવ્યો હતો. તેમજ મિડલ સ્ટેજ માં પ્રથમ જોશી પૂર્વાબેન વિજય ભાઈ એ મેળવ્યો હતો. જેમાં નિર્ણાયક તરીકે વિરેન્દ્રસિંહ, શાંતિલાલ, અર્જુનભાઈ, લખમણભાઈ, અરવિંદભાઈ, કિરણભાઈ, સંજયભાઈ, દિનેશભાઈ અને કોમલબેન રહ્યા હતા અને મોહીલભાઈ, કનુભાઈ, દિનેશભાઈ, ચંપકભાઈ, દેવજીભાઈ, કરશનભાઈ અને બાબુભાઈએ આયોજનમાં ખૂબ સરસ કામગીરી કરી હતી. BRC શ્રી વિજયભાઈ દ્વારા તમામ બાળકોને ઈનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. તમામ crc મિત્રોના સાથ સહકારથી કાર્યક્રમ સફળ બન્યો હતો .

 

વાત્સલ્યમ્ સમાચારના બનાસકાંઠા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારના બનાસકાંઠા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....