ધાંગધ્રા શહેરના મુસ્લિમ સમાજના અગ્રણીને રસ્તામાંથી મળેલ પાકીટ મૂળ માલિકને પરત સોંપી ઈમાનદારી દાખવી.

તા.24/11/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

કોણ કહે છે માનવતા અને ઈમાનદારી નથી રહી આજે પણ ધણા લોકો એવા છે કે પોતાને મળેલ વસ્તુઓ મુળ માલીકને નિસ્વાર્થ પહોંચતી કરે છે આવોજ એક કિસ્સો ધ્રાંગધ્રા શહેરમાં જોવા મળ્યો છે ધ્રાંગધ્રા શહેરના મુસ્લિમ સમાજના અગ્રણી અને નગરપાલિકાના પુર્વ સુધરાઈ સભ્ય હુસેનભાઇ જેસડીયા જેઓને ધ્રાંગધ્રા દરિયાલાલ મંદિર પાસેથી પસાર થતા એક પાકીટ મળી આવ્યું હતું આ પાકીટમા રૂ.5600 તથા જરુરી ડોક્યુમેન્ટ હોય તેથી સુધરાઈ સભ્ય મુન્નાભાઈ રબારીને જાણ કરી જરુરી ડોક્યુમેન્ટના આધારે કુડા ગામના હર્ષિતસિંહ ઝાલા નામના યુવાનનો સંપર્ક કરી ઓળખ આપી આ પાકી મુળ માલીક કુડા ગામના યુવાને પરત આપી ઈમાનદારીની ઝળહળતી જ્યોત યથાવત રાખી હતી નિસ્વાર્થ ભાવે પાકીટ મુળ માલીકને સોંપત મુળ માલીક હર્ષિતસિંહ ઝાલા દ્રારા આભાર વ્યક્ત કર્યો હતો.

વાત્સલ્યમ્ સમાચારના સુરેન્દ્રનગર જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....