અમીરગઢના ગંગાસાગર પાટીયા નજીક ટ્રકની ટકકરથી ટ્રેક્ટરનો કચ્ચરઘાણ 

24 નવેમ્બર, વાત્સલ્યમ્ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

અમીરગઢના ગંગાસાગર પાટીયા નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટરનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું,સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે અમીરગઢ તાલુકાના ગંગાસાગર પાટીયા નજીક પાલનપુર આબુરોડ નેશનલ હાઈવે ઉપર એક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રેક્ટરનું સાઈડનું ટાયર આખુ અલગ પડી ગયું હતું તેમજ ટોલીના ભાગને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માત ઘટનાના પગલે સ્થાનિક લોકો દોડી પહોંચ્યા હતા અને પોલીસની જાણ કરી હતી.તેથી દોડી આવેલી પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. અકસ્માતમાં સદનસીબે જાનહાની ટળી હતી.

વાત્સલ્યમ્ સમાચારના બનાસકાંઠા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારના બનાસકાંઠા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....