રાજપીપળામાં બીએલઓ દ્વારા પોતાના બુથના મતદારોને ડોર ટુ ડોર મતદાન સ્લીપ વહેંચણીની શરૂઆત

રાજપીપળામાં બીએલઓ દ્વારા પોતાના બુથના મતદારોને ડોર ટુ ડોર મતદાન સ્લીપ વહેંચણીની શરૂઆત

રાજપીપલા : જુનેદ ખત્રી

આગામી પહેલી ડિસેમ્બરના રોજ નર્મદા જિલ્લાની નાંદોદ અને ડેડીયાપાડા વિધાનસભા ની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે જિલ્લાના બી એલ ઓ દ્વારા પોતાના બુથના મતદારોને ડોર ટુ ડોર મતદાન સ્લીપ ની વહેચણી કરવાની શરૂઆત કરાઈ છે રાજપીપળામાં પણ બી એલ ઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે

મતદાન સ્લીપ દ્વારા મતદાર પોતાનું નામ મતદાર યાદીમાં સરડતાથી શોધી શકે છે ઉપરાંત ચૂંટણીના દિવસે મત કેન્દ્ર ઉપર ઉપસ્થિત અધિકારીઓ પણ ઝડપથી મતદાર યાદીમાં મતદારોનું નામ શોધી મત આપવામાં સરળતા રહે અને સમયનો નો બગાડ થતો અટકે છે મતદારોને મત આપવા માટે ફોટો આઇ કાર્ડ અથવા ચૂંટણી તંત્રએ નક્કી કરેલ આધાર પુરાવા લઈ જવું ફરજીયાત હોય છે તેમ પણ બી એલ ઓ દ્વારા જણાવાયું હતું

બુથ ૧૫૧ ના બી એલ ઓ ફિરોઝ ભાઈ મન્સુરી દ્વારા ડોર ટુ ડોર વોટીંગ સ્લીપ વહેચવાની કામગીરી હાથ ધરાઈ હતી જે દરમિયાન મતદારોને અચૂક મતદાન કરવા માટે જાગૃત કરાયા હતા ઉપરાંત વોટર સ્લીપ ની સાથે સાથે પોતાનું ચૂંટણી કાર્ડ અથવા ચૂંટણી તંત્ર દ્વારા માન્ય ફોટો આઇડેન્ટિટી કાર્ડ ફરજીયાત લઈ જવું જરૂરી છે તે પણ જણાવવામાં આવ્યું હતું

 

 

વાત્સલ્યમ્ સમાચારના નર્મદા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....