“એક મોકો આમ આદમી પાર્ટીને આપો, વાયદા પૂરા ના કરીએ તો ઉખાડીને ફેંકી દેજો” : ભગવંત માન

“એક મોકો આમ આદમી પાર્ટીને આપો, વાયદા પૂરા ના કરીએ તો ઉખાડીને ફેંકી દેજો” : ભગવંત માન

રાજપીપળામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નો રોડ શો યોજાયો

રાજપીપલા : જુનેદ ખત્રી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક પાર્ટી ચૂંટણીઓમાં જીત મેળવવા માટે જોર લગાવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આ વખતે કોંગ્રેસ અને ભાજપને ટક્કર આપી રહી છે સમગ્ર ગુજરાતમાં જંગી પ્રચાર પણ શરૂ કરવામાં આવ્યો છે આજે રાજપીપળા ખાતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ની ઉપસ્થિતિમાં રોડ સો યોજાયો હતો જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા

નાનોદ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડોક્ટર પ્રફુલ વસાવા ના પ્રચાર માટે આજે ભગવંત માને રાજપીપળામાં રોડ શો કર્યો હતો જેમાં તેઓએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને આમ આદમી પાર્ટી સામાન્ય જનતાની પાર્ટી છે તેમ જણાવ્યું હતું ઉપરાંત ભાજપ એ મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યા હોવાની વાત કરી હતી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીતાડવા માટે અપીલ કરી હતી વધુમાં જણાવ્યું હતું કે પરિવર્તનની લહેર ચાલી રહી છે 27 વર્ષની સિસ્ટમથી લોકો પીછો છોડાવવા માટે કહી રહ્યા છે આ વખતે ગુજરાત પાસે વિકલ્પ છે એક મોકો આમ આદમી પાર્ટીને આપવા તેઓએ જણાવ્યું હતું ઉપરાંત જણાવ્યું હતું કે જો વાયદાપુરા ન કરી શકીએ તો પાંચ વર્ષ પછી ઉખાડીને ફેંકી દેજો

બોક્ષ
અત્રે ઉલ્લેખનીય છે કે પરમિશન નહીં હોવાનું જણાવી ભાજપ શાસિત રાજપીપળા નગરપાલિકા દ્વારા સવારે આમ આદમી પાર્ટીના ઝંડા અને તોરણીયા ઉતારી લેવામાં આવતા રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો

વાત્સલ્યમ્ સમાચારના નર્મદા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....