નવાબ સાહેબ શ્રી તાલે મહંમદખાન સિલ્વર જયુબિલી જાગીરદાર ટ્રસ્ટ વિદ્યાસંકુલ ખાતે વાલી મીટીંગ યોજાઇ

24 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

નવાબ સાહેબ શ્રી તાલે મહંમદખાન સિલ્વર જ્યુબિલી જાગીરદાર ટ્રસ્ટ વિદ્યાસંકુલ ખાતે ધોરણ 1 થી 12 ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વાલીઓની મીટીંગ નું આયોજન કરાયું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓએ હાજર રહીને પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાના શિક્ષકશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી. આ મીટીંગ ના આયોજન નો આશય બાળકોમાં પડેલી શક્તિઓનો વિકાસ થાય તથા બાળક સંસ્કારી અને શિસ્તમય જીવન જીવતા શીખે અને મૂલ્ય શિક્ષણ પ્રાપ્ત કરે તે હેતુ હતો. આ મિટિંગમાં શાળાના શિક્ષક શ્રી વસંતભાઈ સાહેબ તથા ઇલ્યાસભાઈ સાહેબે વિદ્યાર્થીઓના વિકાસ માટે વાલીઓને જાગૃત થવા જણાવ્યું. બાળકોમાં પડેલી શક્તિઓને બહાર લાવવી તે શિક્ષક અને માતા પિતાની ફરજ છે અને બાળકો વધુ સારું શિક્ષણ પ્રાપ્ત કરી પોતાનું ભવિષ્ય ઉજવળ કરે તે માટેના કેટલાક આયોજનો નક્કી કર્યા. શાળાના આચાર્ય ડોક્ટર નસીમબેન પઠાણે વાલીઓને જણાવ્યું કે તમારું બાળક આ કેમ્પસમાં શિક્ષણ લેવા આવ્યું છે તો અમારી ફરજ બની જાય છે કે અમે તેને સારામાં સારું શિક્ષણ આપીએ અને મૂલ્ય તથા સંસ્કારોનું સિંચન કરીએ. આવા પ્રયત્નો અમે સતત કરતા રહીશું. તમારા બાળકના ઉજ્વળ ભવિષ્ય માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. શાળાના આ કેમ્પસને વધુ સારું બનાવવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ જેમાં તમારો સાથ સહકાર જરૂરી છે. શાળામાં નવું સ્પોર્ટ્સ સંકુલ ઊભું કરવા જઈ રહ્યા છીએ જેમાં બાળક દરેક રમતમાં ભાગ લે તેવું અમે છીએ સ્પોર્ટ્સ સંકુલ દ્વારા તમારું બાળક પોતાની પસંદગીની રમત માં આગળ વધી શકશે જેમાં વોલીબોલ ફૂટબોલ કરાટે સ્કેટિંગ વગેરે શીખવાડવામાં આવશે. વાલી મીટીંગ પૂર્ણ થયા પછી દરેક વાલીઓએ પોતાના બાળકના વર્ગમાં જઈ નાના બાળકની પ્રથમ પરીક્ષાની પુરવણીઓ જોઈ. પોતાના બાળકે કરેલા ક્રિએટિવિટી કાર્યો જોયા પોતાના બાળકોએ બનાવેલા પ્રોજેક્ટો પણ જોયા. આ સભાની આભાર વિધિ શાળાની શિક્ષિકા પરીનબેન જોશી એ કરી તથા સભાનું સફળ સંચાલન શ્રી અશ્વિનભાઈ સાહેબે કર્યું.

વાત્સલ્યમ્ સમાચારના બનાસકાંઠા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારના બનાસકાંઠા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....