ડાંગ જિલ્લામા 58,194 વાલીઓએ મતદાન સંકલ્પ પત્રો ભરી નૈતિક મતદાનનો સંકલ્પ કર્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ને અનુલક્ષીને સમગ્ર રાજ્યની સરકારી, બિન સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ, અને ઉચ્ચ શૈક્ષણિક સંકુલોમા અભ્યાસ કરતા વિધ્યાર્થીઓના વાલીઓ પાસે, તેમનુ નામ મતદાર યાદીમા હોવાની ખાતરી કરી નૈતિક મતદાનનો સંકલ્પ કરવા બાબતે વ્યાપક જનજાગૃતિ જગાવવામા આવી રહી છે.
જે અન્વયે ડાંગ જિલ્લાની તમામ પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળા તેમજ કોલેજો, આઇ.ટી.આઇ, પોલીટેકનીક કોલેજ, કૃષિ યુનિવર્ષીટીમા અભ્યાસ કરતા તમામ વિધ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થાઓ મારફત સંકલ્પ પત્રો વિતરણ કરવામા આવ્યા હતા.
ડાંગ જિલ્લાની કુલ 68 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમા 13000,  જિલ્લાની કુલ 378  પ્રાથમિક શાળાઓમા 43000, તેમજ આઇ.ટી.આઇ તથા કોલેજો મળીને કુલ 58,194 વિધ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંકલ્પ પત્રો ભરાવવામા આવ્યા હતા.

આ પ્રવૃતીનો હેતુ વધુમા વધુ વાલીઓ સજાગ બની પોતાની મતદાનના અધિકાર અને ફરજનો અચૂક ઉપયોગ કરે, અને નૈતિક મતદાનને પ્રોત્સાહન મળે તે માટે જિલ્લા સ્વીપ નોડલ દ્વારા આ પ્રવૃતી હાથ ધરવામા આવી હતી.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....