હાલોલ બસ્ટેન્ડ સ્થિત પ્રસૂતિ ગૃહ ખાતે પોલિકેબ સોશયલ ફાઉન્ડેશનનાં સહયોગથી બ્લડ સેન્ટરનું લોકાર્પણ કરાયું

તા.૨૪.નવેમ્બર

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

 

હાલોલ બસ્ટેન્ડ સ્થિત શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ સોશયલ વેલફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટરનું આજે ગુરુવારના રોજ પ.પુ. ગોસ્વામી ૧૦૮ ડૉ. વાગીસકુમાર મહોદય શ્રી નાં આશિર્વાદ થી બ્લડ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું જેને લઇ હાલોલ તેમજ આજુબાજુના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે આશિર્વાદ રૂપ બની છે.હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પ્રસુતિગૃહ,પીએમ પરીખ જનરલ હોસ્પિટલ,ફિજીયો થેરાપી સેન્ટર, ડાયાલિસિસ સેન્ટર તેમજ હાડકાના, ચામડીના તેમજ અન્ય રોગોના નિષ્ણાત ડોકટરો દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનાં દર્દીઓને રાહત દરે (નજીવા) દરે સેવાઓ પૂરી પાડી રહ્યા છે હાલોલ તાલુકામાં કોઈપણ જગ્યાએ બ્લડ સેન્ટર ન હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે જેને લઇ આરોગ્ય મંડળના ટ્રસ્ટીઓ દ્વારા હાલોલ ખાતે દર્દીઓ માટે સરળતાથી બ્લડ મળી રહે તે માટે અથાગ પ્રયત્નો કરી પોલીકેબ શોસયલ વેલ્ફેર ફાઉન્ડેશન તેમજ વડોદરાની ઇન્દુ બ્લડ બેંક ની મદદથી આ સંસ્થા દ્વારા બ્લડ બેંક ઉભી કરવામાં આવી છે જેનું આજે સવારે ૧૧ કલાકે શ્રી સત્ય નારાયણ ભગવાન ની પૂજા અર્ચના પાર્થના કરી ખુલ્લું મુકવામાં આવ્યું હતું.આ પ્રસંગે ટ્રસ્ટી મંડળ ના પ્રમુખ ભરતભાઈ પરીખ, દિવ્યાગ મહેતા,પંકજ પરીખ, દીપેશ તલાટી,સ્મિતાબેન પરીખ તેમજ પોલિકેબ કંપની નાં ડાયરેકટર રાકેશભાઈ તલાટી તેમજ નીરજભાઈ કુંદનાની ઉપસ્થિત રહ્યા હતા.

વાત્સલ્યમ્ સમાચારના પંચમહાલ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....