ઉત્તર ગુજરાતને મોટું ટુરિઝમ બનાવવું છે : નરેન્દ્ર મોદી

24 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર,ડીસા, વડગામ, ધાનેરા અને વડગામના ઉમેદવારોના સમર્થનમાં પાલનપુર ખાતે આયોજીત જન સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હું તમારી પાસે આશીવાર્દ લેવા આવ્યો છું, વોટ તો તમે આપવાના જ છો, આ વખતે વાતાવરણ વાવાઝોડાનું છે, ચમકારો જોઈશે. આગામી 25 વર્ષ ગુજરાતના કેવા હશે ? એ નક્કી કરવાની આ ચૂંટણી છે. વિકાસનાં એટલાં બધાં કામ થયાં છે કે ગણ્યાગણાય નહીં. પાલનપુરનો ‘પ’ અને બીજા પાંચ ‘પ’, ‘પર્યટન પર્યાવરણ, પાણી, પશુધન અને પોષણ’.. ગુજરાતે વિકાસની નવી સંભાવનાઓ ઊભી કરી છે. ધરોઈ, મા અંબા અને મા નડેશ્વરી, રણ, પાટણની વાવ અને કચ્છનું રણ.. શું નથી આપણી જોડે ? મા આંબાનું ધામ બદલાઈ રહ્યું છે, યાત્રિકોની સંખ્યા વધતાં રોજગારીની આવક ઊભી થઈ છે. સરદાર સરોવરની મુલાકાતે લાખો લોકો આવતા હોઈ તો ધરોઈ પર કેમ ન આવે, આપણે મોટું ટૂરિઝમ ઊભું કરવાનું છે. સરહદી વિસ્તારનાં ગામોના વિકાસ માટે કામ ઉપાડ્યું છે. ભારે જહેમત ઉઠાવી છે. ઉત્તર ગુજરાતમાં ટૂરિઝમનું શું નથી ? અહીં બધી સંભાવનાઓ છે. આવનારાં 25 વર્ષમાં ગુજરાતના વિકાસની વાત એટલે ‘પર્યટન’..તેમણે આગળ જણાવ્યું હતું કે આ આપણું ગુજરાત હાઈડ્રોજનનું હબ બનવાનું છે. ગ્રીન હાઈડ્રોજનનું હબ, તમારી ગાડી પેટ્રોલ, ડીઝલથી નહીં, પણ ગ્રીન ડાઇડ્રોજનથી ચાલશે. અત્યાર સુધી ગાય-ભેંસનાં દૂધમાંથી જ આવક થતી હતી, હવે એનાં છાણમાંથી પણ થશે, કારણ કે આપણે સોલર એનર્જીનું અભિયાન ચલાવવા જઇ રહ્યા છીએ. સોલર પાર્ક બનાવ્યો રાધનપુરમાં ત્યારે લોકોને આશ્ચર્ય થતું હતું. પછી લોકો જોવા આવતા હતા. આખી દુનિયામાં પર્યાવરણની અંદર ભારત પોતાનું નામ રોશન કરી રહ્યું છે. ઉત્તર ગુજરાત પાણી માટે વલખાં મારતું હતું, સુજલામ સુફલામની વાત લઇને હું આવ્યો તો મારી મજાક ઉડાવતા હતા, હવે જોઇ લો સુજલામ સુફલામ અને નર્મદાથી ઘરે ઘરે, ખેતરે ખેતરે પાણી પહોંચ્યું છે, એ ઉત્તર ગુજરાત હેડપંપ અને કૂવા-તળાવ ખોદવામાંથી બહાર આવ્યું છે. આપણે ટૂંકા ગાળામાં હરણફાળ પ્રગતિ કરી છે, એમાં બે બાબત ખાસ છે, જેમાં પાણી અને વીજળી. વાત પર્યટનની હોય, વાત પર્યાવરણની હોય, વાત પાણીની હોય, વાત પશુધનની હોય કે વાત પોષણની હોય.. ઉત્તર ગુજરાત બધામાં આગળ છે. માતાઓ, બહેનોને ડેરીએથી સીધા પૈસા મળે છે, મારી માતાઓ-બહેનો આત્મનિર્ભર બની છે.સભામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે જનમેદની ઉમટી પડી હતી.

વાત્સલ્યમ્ સમાચારના બનાસકાંઠા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારના બનાસકાંઠા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....