ગાયોને દર્શન આપવા મધરાત્રે  દ્વારકા જગતમંદિરના દ્વારખૂલ્યા…

 

 

 

 ગાયોને દર્શન આપવા મધરાત્રે  દ્વારકા જગતમંદિરના દ્વારખૂલ્યા…
કચ્છથી 450 કિલોમીટરની પદયાત્રા કરી દ્વારકા આવેલી 25 ગાયોએ પરિક્રમા કરી…
વહીવટી તંત્રની સ્પેશિયલ મંજૂરીથી રાત્રે દ્વાર ખુલ્યા…
જામનગર ( ભરત ભોગાયતા)
દ્વારકા ખાતે આવેલા જગત મંદિરમાં પ્રથમ વાર એવું બન્યું કે, 25 ગાયો માટે રાત્રે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હોય અને 450 કિલોમીટરની પદયાત્રા કરીને છેક કચ્છથી આવેલી ગાયોએ મંદિરની અંદર જઈને દ્વારકાધીશના દર્શન કર્યા
.
        ભગવાન દ્વારકાધીશને ગૌ પ્રતિ પાલક કહેવામાં આવે છે કારણ કે ભગવાન શ્રીકૃષ્ણને ગાયો ખૂબ વ્હાલી હતી અને તેઓને હંમેશા ગાયો વચ્ચે જ જોવામાં આવે છે. ત્યારે લંપી નામનો ભયંકર રોગ ગાયોમાં થતા ભગવાન શ્રીકૃષ્ણ પણ નિરાશ થયા હોય તે સ્વાભાવિક છે. ત્યારે
        તાજેતરમાં બનેલી આ ઘટનાએ આખી દ્વારકા નગરીને ભાવવિભોર બનાવી દીધી છે. આખા દેશમાં સૌપ્રથમ વખત કચ્છના લખપતથી લમ્પી વાયરસની શરૂઆત થઈ હતી અને પશુપાલકો ભયથી ફફડી ઊઠ્યા હતા એ સમયમાં કચ્છના રાપર તાલુકાના મેડક બેટના રહેવાસી મહાદેવભાઇ દેસાઈ નામના એક માલધારીએ પોતાના પશુધનને આ ઘાતક વાયરસથી બચાવી લેવા માટે દ્વારકાધીશની માનતા માની હતી કે, ‘ કે કાળીયા ઠાકર મારી ગાયોને લમ્પીથી બચાવી લેજે તો ગાયોને પગપાળા લઈ આવીને તમારા દર્શન કરાવીશ.’
         કચ્છના આ પશુપાલક પાસે એ સમયે 25 ગાયો હતી અને આ ગાયોમાંથી કોઈને પણ લમ્પીની અસર થઈ નહોતી આથી કાળિયા ઠાકરની મહેરબાનીથી જ આવું થયું હોવાનું સમજીને પોતાના ગૌ – ધન સાથે તેઓ પગપાળા દ્વારકા આવવા નીકળી પડ્યા હતા કચ્છથી દ્વારકા સુધી 450 કિલોમીટરનું પગપાળા અંતર કાપીને તેઓ આવી પહોંચ્યા ત્યારે સવાલ એ ઉઠ્યો કે, દિવસે તો મંદિરમાં અન્ય શ્રદ્ધાળુઓ દર્શન કરતા હોય છે ત્યારે આ ગાયોને મંદિરમાં કેવી રીતે લઈ જવી? આથી વહીવટી તંત્રની સ્પેશિયલ મંજૂરીથી ગાયોને કાળીયા ઠાકરના દર્શન કરાવવા માટે રાત્રે જગત મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. પોતાના પાંચ ગૌસેવકો અને 25 ગાયોની સાથે દ્વારકા પહોંચેલા મહાદેવભાઇ દેસાઈએ જગત મંદિરની પરિક્રમા કરીને 25 ગૌમાતા સાથે મંદિરમાં પ્રવેશી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ધટના જગતમંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત ધટી છે. અને વહીવટી તંત્ર એ ગાયો માટે જગતમંદિરના દ્વાર ખોલી લોકોની સાથે ગૌધન માટે સારી કાર્ય કરતા લોકોએ પ્રશંસા કરી હતી.
____________________
@______________
BGB
b.sc.,ll.b.,d.n.y.(guj.aayu.uni.)
GOV.ACCRE.
JOURNALIST
jamnagar
8758659878
વાત્સલ્યમ્ સમાચારના જામનગર જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....