રાજપીપળામાં કાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો રોડ શો : ટ્રાફિક ડાઇવર્ટ કરાયો જોઈલો રૂટ

રાજપીપળામાં કાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો રોડ શો : ટ્રાફિક ડાઇવર્ટ કરાયો જોઈલો રૂટ

રાજપીપલા : જુનેદ ખત્રી

ગૃહ મંત્રી અમિત શાહ તા.૨૫/૧૧/૨૦૨૨ ના રોજ ચૂંટણી પ્રચાર અર્થે રાજપીપલા ખાતે સૂર્ય દરવાજાથી માછીવાડ ગેટ સુધીનો રોડ શો કરશે કાર્યક્રમ દરમિયાન જરૂરી કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ટ્રાફિકની સમસ્યા ન ઉદભવે તે માટે નર્મદાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધીએ રૂટ ડાયવર્ઝન કરવા અંગે હુકમ ફરમાવ્યો છે.

તદઅનુસાર,

••• દેડીયાપાડા/મોવી તરફથી પોઇચા તરફ જતા વાહનો ખામર ત્રણ રસ્તા, વિપોર ત્રણ રસ્તા, રંગઅવધુત મંદિર, રેલ્વેના ગરનાળા થઇ પોઇચા તરફ ડાયવર્ટ થશે.

••• પોઇચા તરફથી દેડીયાપાડા/મોવી તરફ જતાં વાહનો અવધુત મંદિર રેલ્વેના ગરનાળા થઈ વિરપોર ત્રણ રસ્તા, ખામર ત્રણ રસ્તા તરફ ડાયવર્ટ થશે.

••• પોઇચા તથા અંકલેશ્વર તરફથી કેવડીયા/તિલકવાડા તરફ જતાં વાહનો રંગ અવધુત મંદિર, કાળા ઘોડા સર્કલ, રેલ્વે સ્ટેશન, હરસિધ્ધી માતા મંદિર ચાર રસ્તા, સંતોષ ચા૨ ૨સ્તા, કાળીયાભુત વડીયા જકાતનાકા તરફ ડાયવર્ટ થશે.

••• કેવડીયા /તિલકવાડા તરફથી પોઇચા તરફ જતાં વાહનો કાળીયાભુત ત્રણ રસ્તા, સંતોષ ચાર રસ્તા, હરસિધ્ધી માતા ચાર રસ્તા, રેલ્વે સ્ટેશન, કાળા ઘોડા, રંગ અવધુત તરફ ડાયવર્ટ થશે.

••• કેવડીયા/તિલકવાડા તરફથી અંકલેશ્વર તરફ જતાં વાહનો વડીયાજકાતનાકા, જીતનગર ત્રણ ૨સ્તા, ખામર ત્રણ રસ્તા વિરપોર ચોકડી તરફ ડાયવર્ટ થશે.

••• રાજપીપલા એસ.ટી ડેપો પરથી પોઇચા તેમજ અંકલેશ્વર રૂટ ઉપરની બસો કોર્ટ ત્રણ રસ્તા, કાળીયાભુત, સંતોષ ચાર રસ્તા, હરસિધ્ધી માતા મંદિર ચાર રસ્તા, રેલ્વે સ્ટેશન કાળા ઘોડા સર્કલ તરફ ડાયવર્ટ થશે.

••• પોઇચા–અંક્લેશ્વર રૂટ પરથી રાજપીપલા ડેપો તરફ આવતી એસ.ટી કાળાધોડા સર્કલ, રેલ્વે સ્ટેશન, હરિધ્ધી માતા મંદિર ચાર રસ્તા, સંતોષ ચાર રસ્તા, કાળીયાભુત કોર્ટ ત્રણ રસ્તાથી એસ.ટી. ડેપો તરફ ડાયવર્ટ થશે.

••• દેવલીયા ગરૂડેશ્વર તરફથી પોઇચા રોડ તેમજ અંકલેશ્વર રોડ તરફ જતી એસ.ટી. રાજપીપલા એસ.ટી ડેપો પરથી કોર્ટ ત્રણ રસ્તા, કાળીયાભુત, સંતોષ ચાર રસ્તા, હરિધ્ધી માતા મંદિર ચાર રસ્તા, રેલ્વે સ્ટેશન કાળા ઘોડા સર્કલ તરફ ડાયવર્ટ થશે

વાત્સલ્યમ્ સમાચારના નર્મદા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....