GIR SOMNATHGIR SOMNATH

શ્રી ધર્મભક્તિ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસ ની વિવિધતા સભર વિવિધ સ્થળોએ કરવામાં આવેલ ઉજવણી

ગુજરાત કાઉન્સીંલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મ ભક્તિ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસ ની ઉજવણી કરવામાં આવેલ જે અંગે માહિતી આપતા લોકવિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર નરેશભાઇ એન. ગુંદરણીયા એ તેમના પ્રવચનમાં જણાવેલ કે શ્રીનિવાસ રામાનુજનનો જન્મ ૨૨ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ મદ્રાસમાં થયો હતો. બાળપણથી જ તેમને ગણિત પ્રત્યે ઘણો લગાવ હતો, રાષ્ટ્રીય ગણિત દિવસ એ રામાનુજનની મહાન સિદ્ધિઓને યાદ કરવાનો અને આપણા રોજિંદા જીવનમાં ગણિતના મહત્વ પર પ્રતિબિંબિત કરવાનો પ્રસંગ છે. 3,000 થી વધુ પ્રમેયો સાબિત કરીને તેમને વિશ્વના સૌથી મહાન ગણિતશાસ્ત્રીઓમાંના એક તરીકે ગણવામાં આવે છે. યુવા પેઢીને આ ગણિત પ્રતિભાના જીવન અને તેમની સુવર્ણ સિદ્ધિઓથી પ્રેરિત કરવા માટે, ભારત સરકારે 22મી ડિસેમ્બરને 2012થી રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે તથા જુદી જુદી શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આજના ગણિત દિવસની ઉજવણી કરવામાં આવેલ.
ત્યારબાદ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે સાયન્સ કોમ્યુનીકેટર ધર્મેશભાઈ મકાણી દ્વારા બાળકોને શ્રીનિવાસ રામાનુજન ના જીવનકવન વિશે એક શોર્ટ વીડીયો ફિલ્મ બતાવવામાં આવેલ ત્યારબાદ ગાણિતિક મોડેલો બનાવતા શીખવવામાં આવેલ તેમજ આ તકે શ્રીનિવાસ રામાનુજન વિશે વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તથા એક થી ત્રણ નંબરને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ.
તેમજ ચગિયા પ્રાથમિક શાળા – ચગિયા મુકામે ત્રણ અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ગાણિતિક મોડેલ નિર્માણ સ્પર્ધાનું આયોજન કર્યું હતું
આ સ્પર્ધામા ધોરણ 6 થી 8 નાં 60 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. એમાં વકૃત્વ સ્પર્ધામાં બારડ રિતિકાબેન ધોરણ 8 પ્રથમ. વાઢેર સોનલબેન ધોરણ 8 દ્વિતીય. અને પરમાર ભાવિકભાઈ ધોરણ 8 તૃતીય નંબર મેળવ્યો હતો.નિબંધ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર બામણીયા પ્રિયાબેન ધોરણ 8. દ્વિતીય સ્થાન મેળવનાર વાઢેર સોનલબેન ધોરણ 8. અને ત્રિતીય સ્થાન મેળવનાર વાઢેર ધરતીબેન ધોરણ 8ગાણિતિક મોડેલમાં પણ પ્રથમ સ્થાન મેળવનાર વાજા પ્રિન્સિબેન ધોરણ 7. બીજું સ્થાન મેળવનાર બારડ આર્મીબેન ધોરણ 8 અને ત્રીજું સ્થાન મેળવનાર બારડ સ્નેહાબેન ધોરણ 8.આ બધા જ વિદ્યાર્થીઓને ઇનામ રૂપે પ્રથમ નંબર ને લેપટોપ બેગ, બીજા નંબર ફોલ્ડર ફાઇલ. ચોપડો. બોલપેન અને પાઉચ આપવામાં આવ્યું હતું.તેમજ ભાગ લીધેલ બધાજ વિદ્યાર્થીઓને પ્રાણપત્ર અને બોલપેન આપવામાં આવી.આ સમગ્ર પ્રોગ્રામનું સંચાલન ચગીયા શાળાના ગણિત વિજ્ઞાન નાં શિક્ષક શ્રી કકુભા રાઠોડ, દિલીપભાઈ ચાવડા અને મોનાલીબેન ઝાલા એ કર્યુ હતું. શાળાના આચાર્ય જેસીંગભાઇ વંશ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ અને ઉમંગ માં વધારો કર્યો હતો.
આજના તમામ કાર્યક્રમનું સંકલન લોક વિજ્ઞાન કેન્દ્રના એકેડેમી કો-ઓર્ડીનેટર વિજયભાઈ કોટડીયા દ્વારા કરવામાં આવેલ હતું.

વત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!