KUTCHMANDAVI

માંડવી તાલુકાના ગોધરા ગામના ભેદા પ્રાથમિક શાળા ખાતે આપણા ગોધરા ગામને ગ્રીન ગોધરા અને હરિયાળું ગામ બનાવવા માટે-૨૦૦૦.વૃક્ષોનું વાવેતર કરાવીને લોકાર્પણ કરવામાં આવ્યું. 

૩-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

લોક સહયોગથી વિકાસની નવી રાહ ચિંધતો કચ્છનો ગ્રીન ગોધરા.

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના ગોધરા ગામે ભેદા પ્રાથમિક શાળા ખાતે આપણા ગોધરા ને ગ્રીન ગોધરા અને હરિયાળુ ગોધરા બનાવીએ.

દાતા પરિવાર શ્રી સુંદરજીભાઈ લાલજી ભેદા પરિવાર દ્વારા ગોધરા ગામને ગ્રીન ગોધરા બનાવવા માટે 2000 વૃક્ષોનું વાવેતર કરાવીને લોકાર્પણ થયું હતું. ગામના તમામ પ્રવેશદારો અને કેસરિયા ડેમ, કેસરિયા તળાવ અને ગામની સિમતળ સુધીના વિસ્તારમાં 2000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમમાં સદભાવના ટ્રસ્ટ રાજકોટ નો સહયોગ મળ્યો હતો. ગોધરા પ્રાથમિક શાળામાં ગ્રીન કેમ્પસ તથા બાલવાટિકા તથા કેસરિયા ડેમ અને કેસરિયા તળાવના ઓગન નું પાણી વહી ન જાય અને ગામનું પાણી ગામમાં જેવી થીમ સાથે દાતાશ્રી સુંદરજીભાઈ લાલજીભાઈ ભેદા પરિવાર દ્વારા આ સુવિધા ગોધરા ગામને તસવીર અનાવરણ દ્વારા ગામની સુખાકારી માટે આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થશ્રી સર્વોદય સંકુલમાં કાર્યક્રમ અધ્યક્ષ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી પારુલબેન કારા,સુંદરજી ભાઈ લાલજીભાઈ ભેદા દાતા પરિવાર.મહારાષ્ટ્ર થી પધારેલ ઇન્ડિયા સ્કિલ ના સભ્ય રાજેશભાઈ છેડા.બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેનશ્રી વિજયભાઈ છેડા.ટ્રસ્ટી દેવચંદભાઈ ફુરીયા,શૈલેષભાઈ કંસારા કચ્છ મિત્ર મેનેજર.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જે.પી. પ્રજાપતિ.ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસરશ્રી હરેશભાઈ મકવાણા, માંડવીના ખ્યાતનામ ઈજનેર દીપકભાઈ સોની,વી.આર.ટી. આઈ.ના સંયોજક ગોવર્ધનભાઈ પટેલ માંડવી મસ્કત ની કડીરૂપ ડૉ.ચંદ્રકાંતભાઈ ચોથાણી.જૈન મહાજન ના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ મોતા.કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી.ભાડઇ માધ્યમિક શાળાના આચાર્યશ્રી કિર્તીભાઈ ઠક્કર.માંડવી શિક્ષક સમાજના પ્રમુખ આશાભાઈ રબારી.માંડવી બી.આર.સી મેહુલભાઈ શાહ.ગોધરા ગામના સરપંચ શ્રીમતી વર્ષાબેન કન્નડ.પૂર્વ સરપંચશ્રી.સલીમભાઈ ચાકી.શાળાના સહયોગી મામદભાઈ સિદી.તાલુકાના આમંત્રિત આચાર્યો શિક્ષકો અને ગામના તમામ સમાજના પદધિકારીઓ અને ગ્રામજનો તથા પ્રાથમિક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ની ઉપસ્થિતિમાં એક કરોડથી વધુ ના કાર્યોનું લોકાર્પણ થયું હતું.

Back to top button
error: Content is protected !!