GARUDESHWARNANDODNARMADA

દેશ વિદેશના અવનવા પતંગો સાથેના કરતબો માણવાના અવસરનો લાભ લેવાની સોનેરી તક

 

વાત્સલ્યમ સમાચાર

એકતાનગર

અનીશ ખાન બલુચી

તા.૧૦ મી સ્ટેચ્યુ ઓફ યુનિટી અકેતાનગર ખાતે યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
———–
દેશ વિદેશના અવનવા પતંગો સાથેના કરતબો માણવાના અવસરનો લાભ લેવાની સોનેરી તક
———–
વિવિધ દેશો ઉપરાંત ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી પતંગબાજો આ પતંગ મહોત્સવમાં ભાગ લેશે

નિવાસી અધિક કલેકટરશ્રી સી.એ.ગાંધીના અધ્યક્ષપદે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના
સુચારા આયોજન અંગે યોજાયેલી બેઠક

રાજપીપલા,બુધવાર :- નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૦ મી જાન્યુઆરી,૨૦૨૩ ને મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩” યોજાનાર છે, જેની પૂર્વ તૈયારીઓ અને તેના સુચારા આયોજન અંગે નિવાસી અધિક કલેકટરશ્રી સી.એ.ગાંધીના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં શ્રી ગાંધીએ જુદા-જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે સૂક્ષ્માતિસૂક્ષ્મ બાબતોની પૂરતી કાળજી સાથે આ ઉજવણી સુપેરે પાર પાડીને સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી.

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાનારા આ “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩” પ્રસંગે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો આ પ્રસંગે ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે. આ મહોત્સવના નોડલ અધિકારીશ્રી અને નાંદોદના પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી, SOUADTGA ના અધિક કલેકટશ્રી ધવલભાઇ જાની અને ગુજરાત પ્રવાસન નિગમના (TCGL) ઝોનલ ઇજનેરશ્રી શ્યામલ પટેલે પણ બેઠક દરમિયાન કાર્યક્રમની વ્યવસ્થાને અનુરૂપ વિવિધ સુચનો સાથે જરૂરી ચર્ચાઓ પણ કરી હતી. આ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી રહેશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!