HEALTH

રોજ ત્રણ મિનિટની કસરત પણ તંદુરસ્તી માટે ફાયદાકારક

સારી તંદુરસ્તી માટે સામાન્ય રીતે સપ્તાહમાં 150 મિનિટ હળવી કે 75 મિનિટ ઝડપી કસરતને આદર્શ મનાય છે. જોકે, તાજેતરની રિસર્ચ જણાવે છે કે, દિવસમાં ત્રણ વાર પણ જો 1-1 મિનિટ થકવી નાખતી ઝડપી કસરત કરો તો તંદુરસ્ત રહી શકાય છે. એક બીજી શોધમાં જોવા મળ્યું કે માત્ર 15 મિનિટની કસરત કરતા લોકોનું આયુષ્ય પણ લાંબુ રહ્યું છે.

યુરોપિયન હાર્ટ જર્નલના અનુસાર ઝડપી કસરતમાં એવી કસરત આવે છે જેના કરતા સમયે શ્વાસ લેવા માટે વાત કરવું પણ શક્ય ન હોય. જેમાં ફાસ્ટ દોડ, હાઈ ઈન્ટેન્સિટી ઈન્ટરવલ ટ્રેનિંગ (એચઆઈઆઈટી), ફાસ્ટ સાઈકલિંગ જેવી કસરત છે. જર્નલનું રિસર્જ જણાવે છે કે, સપ્તાહમાં 15 મિનિટની તેજ ગતિની કસરત કરનારા લોકોમાં કેન્સરનું જોખમ 15 ટકા સુધી ઓછું રહે છે. જ્યારે સપ્તાહમાં 20 મિનિટ તેજ ગતિની કસરત કરવાથી હૃદય રોગનું જોખમ 40 ટકા સુધી ઓછું થઈ જાય છે. જોકે આ કસરતથી પહેલા સારો વોર્મઅપ જરૂરી છે.

શારીરિક તાલીમના સહાયક પ્રોફેસર સ્ટીફન જે. કાર્ટના અનુસાર કસરતની અસર તેની તીવ્રતા અને તેમાં લાગતા સમય પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે 5 મિનિટની ફાસ્ટ દોડથી શરીરને ઘણો ફાયદો મળી શકે છે, જ્યારે 5 મિનિટની સામાન્ય વોકથી એટલો ફાયદો મળતો નથી. તેજ ગતિની નાની દોડ, જમ્પિંગ જેક, દોરડાં કુદ વગેરે પણ હૃદયની પમ્પિંગ ક્ષમતા વધારે છે. કસરતના બે ફેક્ટર છે જે લાંબુ આયુષ્ય આપે છે, પ્રથમ છે- કસરત કરવામાં કેટલી તાકાત લાગે છે અને બીજું- તેમાં એરોબિક ક્ષમતા કેવી છે. નાની કસરતથી તેમાં થોડો સુધારો થાય છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!