ARAVALLIMODASA

અરવલ્લી :જાબચિતરીયા થી બોબીમાતા જતા રોડ ઉપર દિવસના સમયે ફાયનાન્સ પેઢીના માણસો પાસેથી નાણાની લૂંટનો ભેદ ઉકેલાયો. ચાર આરોપી ઝડપાયા 

અહેવાલ

અરવલ્લી :જાબચિતરીયા થી બોબીમાતા જતા રોડ ઉપર દિવસના સમયે ફાયનાન્સ પેઢીના માણસો પાસેથી નાણાની લૂંટનો ભેદ ઉકેલાયો. ચાર આરોપી ઝડપાયા

અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના જાબચિતરીયા થી બોબીમાતા જતા રોડ ઉપર દિવસના સમયે ફાયનાન્સ પેઢીના માણસોને મારક હથિયારોથી માર મારી રીકવરીના નાણાની લૂંટનો ભેદ ઉકેલી લુંટમાં ગયેલ મુદ્દામાલ તેમજ ગુન્હામાં વાપરેલ વાહન સાથે ચાર આરોપીઓને કુલ રૂ. ૧,૯૨, ૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને સફરતા હાથ લાગી હતી જેમાં તપાસને આધારે આધારે આજરોજ શ્રી એસ.કે.ચાવડા, પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી. મોડાસા તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો શામળાજી પો.સ્ટે. વિસ્તારમાં વાંચ/ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કારછા ગામની સીમમાં નવજીવન હોટલ પાસે પુલ નીચે જતા એ.એસ.આઇ. શંકરજી પુળાજી તથા અ.હે.કો.ભરતસિંહ પરબતસિંહ એ રીતેનાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે,ઉપરોકત લુંટ કરનાર નિવાસ બંસીલાલ કાલુલાલ અહારી રહે જાયરા ટેબરોન કલા,તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન તથા તેની સાથે બીજા ત્રણ ઇસમો એમ કુલ ચાર ઇસમો નંબર વગરની હોન્ડા શાઇન બાઇક ઉપર બેસી જાબયિતરીયા રોડ તરફથી આવનાર છે. તેવી માહિતી મળતાં કારછા ગામની સીમમાં નવજીવન હોટલ પાસે આવેલ પુલ નીચે જાબચિતરીયા ગામ તરફથી આવતાં આરોપીઓની વોચ નાકાબંધીમાં ઉભેલ તે દરમિયાન જાબચિતરીયા તરફથી આવતા રોડ બાજુથી બાતમી હકીકતવાળા નંબર વગરના મોટર સાયકલ ઉપર ચાર ઇસમો બેસીને આવતાં સદરી મોટર સાયકલના ચાલક સહીત ચારેય ઇસમોને મોટર સાયકલ સાથે કોર્ડન કરી પકડી પાડવામાં સફરતા હાથ લાગી હતી

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!