DANGSUBIR

સુબિર ખાતે ગેરકાયદેસર પશુઓ ભરેલો ટેમ્પો ઝડપાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાનાં સુબિર પોલીસની ટીમે સરહદીય ઝાકરાયબારી ચેકપોસ્ટ પરથી ગેરકાયદેસર પશુઓને ભરી લઈ જઈ રહેલ આઈસર ટેમ્પોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…પ્રાપ્ત વિગતો અનુસાર સુબિર ગામનાં નિલેશભાઈ ઝાંબરે તથા યોગેશભાઈ ચૌધરીનાઓ આજરોજ સુબિરનાં ગોળ સર્કલ પર ઉભા હતા.તે દરમ્યાન તેઓને એક આઈસર ટેમ્પોમાં ખીચોખીચ ભેંસ ભરેલ નજરે પડતા તેઓએ સુબિર પોલીસ મથકે જાણ કરી હતી.સુબિર પોલીસ મથકનાં પી.એસ.આઈ.કે.કે.ચૌધરીની ટીમને જાણ થતાની સાથે જ તેઓએ સરહદીય ઝાકરાયબારી ચેકપોસ્ટ સીલ કરી સઘન બંદોબસ્ત ખડકી દીધો હતો.અહી આઈસર ટેમ્પો ન.જી.જે.05.એ.યુ.8607 આવતા સુબિર પોલીસની ટીમે ઉભો રાખી તેમાં ચેકીંગ હાથ ધરતા તેમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગરનાં તેમજ ઘાસ ચારા તથા પાણી વગર ક્રૂર રીતે ખીચોખીચ દોરીથી બાંધેલ સાત કાળા કલરની ભેંસો તથા એક બચ્ચુ મળી આવ્યુ હતુ. હાલમાં સુબિર પોલીસની ટીમે સાત કાળા કલરની ભેંસો જેની કિંમત 70,000 તથા એક બચ્ચુ જેની કિંમત 3,000 તથા આઈસર ટેમ્પો ની કિંમત 2,50,000 મળી કુલ કિંમત 3,23,000 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ડાંગ જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધી તસ્કરી કરનાર મહમદ અહમદ બીલીમોરીયા. ઉ.22 તથા કિરણકુમાર રમેશભાઈ હળપતિ ઉ.33 આ બન્ને રે.જોગવાડ તા.ચીખલી જી.નવસારીઓની ધરપકડ કરી તેઓ સામે પશુ તસ્કરીનાં એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ કે.કે.ચૌધરીએ હાથ ધરી છે.જ્યારે બીજા બનાવમાં સુબિર પોલીસની ટીમે ગુટખા તમાકુનો જથ્થો ભરેલ બે છોટા હાથી ટેમ્પો પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!