JUNAGADHMANGROL

માંગરોળ: સફાઈ કમૅચારીઓ દ્વારા પગારની માંગણી સાથે મામલતદાર કચેરી ખાતે કરવામાં આવ્યો હોબાળો

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આજરોજ સફાઈ કામદારોને પગાર ચૂકવવામાં પાલિક દ્વારા  અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા સફાઈ કામદારોને હોબાળો મચાવી પાંચેક માસની બાકી પગાર મામલે મામલતદારને રોષપૂણૅ રજુઆત કરી હતી.

 

વાલ્મિકી ઋષિ સેવા સમાજ દ્વારા પાઠવેલા આવદેનપત્ર જણાવાયુંહતું કે કુલ પાંચ માસના બાકી પગાર પૈકી બે માસનો પગાર કોન્ટ્રાકટર દ્વારા ચૂકવવામાં આવેલ નથી.

 

વધુમાં છેલ્લ ત્રણ માસથી પણ પગાર ચૂકવવામાં આવ્યો નથી .પરિણામે હાલ.આથિઁક ભીંસ અનુભવી રહેલા ગરીબ પરિવારોને ધર ચલાવવું મુશ્કેલ બન્યું છે. વષૉથી પાલિકામાં સફાઈ કામદારો તરીકે ફરજ બજાવતા રોજમદારોને કોઈ પણ જાતની જાણ કયૉ વિના આઉટસોર્સિંગમાં લઈ સફાઈકમીંઓને અંધારામાં રાખી અન્યાય કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે

શું કહે છે. નગર પાલિકા ચીફ ઓફિસર?

પાલિકા ચીફ ઓફિસર દેવીબેન કોડીયાતરએ કહ્યું કે આઉટસોર્સિંગના સફાઈ કામદારોનો પગાર અડલો ગ્રાન્ટ અને અડધો ટેક્સ કલેકશનમાંથી થાય છે. અગાઉ પગાર માટે 14માં નાણાંપંચમાંથી નાણાં વાપરી શકાતા હતા. હવે એવું નથી. ગ્રાન્ટ આવી નથી .રહી વાત આઉટસોર્સિંગની તો તેઓને અગાઉથી આઉટસોર્સિંગમાં લેવામાં આવ્યા છે.

 

 

 

——– રિપોર્ટર વસંત અખિયા માંગરોળ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!