ARAVALLIMODASA

અરવલ્લી : રસ્તો કયારે..? મોડાસા વલ્લી થી રેલ્લાંવાડા સુધીના રસ્તાનું કામ ખોરંભે પડ્યું, વાહન ચાલકો પરેશાન,R&B વિભાગ દ્વારા રસ્તાનું સમારકામ થતું નથી તેવા આક્ષેપો 

 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : રસ્તો કયારે..? મોડાસા વલ્લી થી રેલ્લાંવાડા સુધીના રસ્તાનું કામ ખોરંભે પડ્યું, વાહન ચાલકો પરેશાન,R&B વિભાગ દ્વારા રસ્તાનું સમારકામ થતું નથી તેવા આક્ષેપો

ઉદ્ધઘાટન અને રીબીન કાપવામાં રાજનેતાઓ ને ચસ્કો પણ છેલ્લા દસ વર્ષ થી રાહ જોઈને બેઠેલી આમ જનતા ના મોડાસા વલ્લી થી રેલ્લાંવાડા ગામ સુધી રસ્તાની રીબીન ક્યારે કપાશે….?

સરકાર દ્વારા વિવિધ કામોનું લોકાર્પણ પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે છેલ્લા દસ વર્ષથી મોડાસા વલ્લી થી લઇ ને રેલ્લાંવાડા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જે અનુસંધાને નજીકના સમયે 8 કરોડથી પણ વધુ રકમનું આ રસ્તાનું કામ સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર આ રસ્તામાટે ઓનલાઇન ટેન્ડરની કામગીરી પણ પરી પૂર્ણ કરી દેવામાં આવી છે પણ જાણે તંત્ર ને રસ્તાનું કામ કરવામા રસ ના હોય તેમ મૌન બેઠું છે કે શું…? રેલ્લાંવાડા ગામ એ મેઘરજના પછાત વિસ્તારનું સેન્ટર ગણવામાં આવે છે જ્યાં આજુબાજુ થી હજારો ની સંખ્યામાં લોકો મોડાસા ખાતે કામ અર્થેએ તેમજ અભ્યાસ માટે હજારો વિદ્યાર્થીઓ બસ મારફતે મુસાફરી કરી રહ્યાં છે પણ સૌથી મોટી મુશ્કેલી છે રસ્તાની છે.લોકો ને મોડાસા પોહચવા માટે એક કલાકથી પણ વધુનો સમય વિતાવી ને મોડાસા પોંહચવું પડે છે.R&B વિભાગ દ્વારા પણ રસ્તાનું પેચ કામ પણ કરવામાં આવતું નથી ત્યારે હાલ તો ખાડા વાળા રસ્તાથી વાહન ચાલકો પરેશાન થઇ રહ્યાં છે.વધુમાં રસ્તો ખરાબ હોવાથી લોકો મોડાસા જવા માટે વાયા મેઘરજ થઈને જવા મજબુર બન્યા છે.કોઈ ઇમરજન્સી કેસ આવે તો પણ દર્દી ને તાત્કાલિક સારવાર માટે લઇ જવા મુશ્કેલી પડે છે તેનું મુખ્ય કારણ છે રસ્તો.તંત્રમાં વારમવાર રજુઆત કરી છેવટે તંત્ર જાગ્યુ અને રસ્તો મંજુર કરી દીધો પણ સવાલ એ છે કે રસ્તો ક્યારે બનશે ? ત્યારે રસ્તા બાબતે હાલ અનેક સવાલો ઉભા થયા છે ત્યારે આ બાબતે માર્ગ અને મકાન વિભાગ જાગે અને મંજુર થયેલ રસ્તાનું કામ જલ્દી થી થાય તેવી માંગ સેવાઈ રહી છે, R&B વિભાગ દ્વારા રસ્તાના સમારકામ માટે લાખો રૂપિયાના બિલ ઉધારી દેવામાં આવે છે પણ બીલો પ્રમાણે રસ્તાનું સમારકામ થતું નથી ત્યારે હવે તંત્ર જાગે અને વલ્લી થી રેલ્લાંવાડા સુધી મંજુર થયેલ રસ્તાનું કામ ઝડપથી થાય તેવી લોક માંગ સેવાઈ રહી છે

અરવલ્લી ના માર્ગ અને મકાન વિભાગના અધિકારી ભગોરા ના જણાવ્યા અનુસાર

અરવલ્લી ના માર્ગ અને મકાન વિભાગના અધિકારી ભગોરા ના જણાવ્યા અનુસાર આ રસ્તાનું કામ કાજ 15 દિવસમાં શરુ થશે તેમ જાણવા મળ્યું હતું વધુમાં એ પણ જણાવ્યું હતું કે આ રસ્તાનું બજેટ વધુ હોવાથી નિયમ અનુસાર 5 કરોડ થી વધુ રકમ નું રસ્તાનું કામકાજ ફાયનાન્સ માં જાય છે અને આ રસ્તાનું કામ કાજ હાલ સરકાર માં મંજૂરી સુધી પોહચી ગયું છે અને એજન્સી ને પણ અપાઈ ગયું છે તેમ જાણવા મળ્યું હતું એટલે રસ્તાનું કામ ઝડપથી થઇ જશે તેવું ભગોરા એ ટેલિફોનિક વાતચીત થી જણાવ્યું હતું

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!