SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

થાનગઢ પાસે જુના સુરજ દેવળ મંદિર પાસે ખનિજ વિભાગના અધિકારીઓ દ્વારા ચેકીંગ

તા.08/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જુનાં સુરજ દેવળ મંદિર આસપાસ વર્ષોથી ચાલે છે ખનીજ માફીયાઓ દ્વારા ખનન વહન

થાનગઢ પાસેનાં સોનગઢ આવેલ ઐતિહાસિક ધરોહર જુના સુરજ દેવળ મંદિર કે જે પુરાતત્વ વિભાગ રાજકોટ હેઠળ આરક્ષિત સ્મારક ધરાવે છે તેની આસપાસ વર્ષોથી ખનીજ ચોરી થઇ રહી છે તેને બંધ કરાવવા અનેક રજૂઆતો કરવામાં આવી તેમ છતાં બંધ કરવામાં આવતી નથી અને મંદિરને બ્લાસ્ટથી મોટું નુક્સાન થયું છે ત્યારે આ બાબતે પુરાતત્વ વિભાગ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી જેમાં આજે ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર જીલ્લા અને મામલતદાર થાનગઢ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ખોદકામનો માપ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પુરાતત્વ વિભાગની ગાઈડ લાઈન મુજબ આરક્ષિત સ્મારક થી ૫૦૦ મીટર સુધી કોઈ ખોદકામ થ‌ઈ શકે નહીં પરંતુ તેમ છતાં ખાણો ધમધમે છે જેમાં મુખ્યત્વે ખનિજ કાર્બોસેલ ફાયરકલે સિલીકાસ્ટોન મળી આવે છે ત્યારે થાનગઢ મામલતદાર શર્માનો ટેલીફોનીક સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતુ કે મશીનરી જપ્ત કરી છે અને ખોદકામ કરતાં ચાર શખ્સોની માહિતી અમોને મળી છે તેઓ ની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

અધિકારીઓની કામગીરી શંકાસ્પદ

આ બાબતે સ્થાનિક આગેવાનો નો સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતુ કે કોઈ મશીનરી જપ્ત કરવામાં આવી નથી અને મુખ્ય ખોદકામ કરતાં શખ્સોને છાવરવામાં આવી રહ્યા છે અને તેની જગ્યાએ અન્ય શખ્સોને ફીટ કરવાની કામગીરી ચાલતી હોય તેમ શંકા અમોને છે જે માપણી ખોદકામની કરવામાં આવી છે તે ફક્ત ૨૦% જ કરી છે એ મુજબ જ દંડ આપવામાં આવશે ખોદકામ કરતાં શખ્સો રાજકીય આગેવાનો અને રાજકીય હોદાઓ ધરાવે છે માટે અધિકારીઓ ઉપર દબાણ ગાંધીનગરથી ફોન ચાલુ થયેલાં છે પુરાતત્વ વિભાગ મુજબ ઐતિહાસિક સ્થળોથી ૫૦૦ મીટર સુધી કોઈ ખોદકામ થ‌ઈ શકે નહીં પરંતુ થાનગઢ મામલતદાર દ્વારા ફક્ત ૨૦૦ મીટરની રેન્જમાં બતાવવામાં આવેલ છે દંડ ફક્ત સિલિકાસેન્ડ ખનિજનો આપવા ભલામણ થઇ છે કાર્બોસેલ ફાયરકલે ખનીજ મુજબ અને સંપૂર્ણ માપણી ૧૦૦% કરવામાં આવે તો આશરે ૧૫ કરોડની ખનીજ ચોરી થઇ છે તે સ્પષ્ટ નરી આંખે જોઈ શકાય છે અને જુનાં સુરજ દેવળ મંદિરથી ફક્ત ૧૦૦ મીટરમાં આ ખોદકામ ચાલી રહ્યું છે તે પણ જોઈ શકાય છે પરંતુ રાજકીય ઓથ ધરાવતા ખનિજ માફીયાઓને બચાવવા માટે રીતસર ગાંધીનગરથી ફોન ચાલુ થયેલાં છે ત્યારે અધિકારીઓ દ્વારા ચેકીંગ કામગીરીની કોઈ માહિતી કે દંડ કે ચોરી કરનાર શખ્સનાં નામ જાહેર કરવામાં આવતાં નથી કે કોઈ પત્રકારને માહિતી આપવામાં આવી નથી માટે અધિકારીઓ શંકાસ્પદ કાર્યવાહી કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ઈતિહાસ પ્રેમીઓમાં આક્રોશ જોવા મળે છે કે કેમ ખનિજ માફીયાઓને છાવરવામાં આવે છે તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!