DANGWAGHAI

ડાંગનાં વઘઇ તાલુકાનાં તમામ વેપારીઓ માટે ઉતરાયણ તહેવારને લઈ અગત્યની સૂચના બહાર પડાઈ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં પતંગ અને ચાઈનીઝ દોરા વેચનાર તમામ વેપારીઓને વઘઇ નગરનાં વ્યાપારી એસોસિએશન દ્વારા જણાવ્યુ છે કે વઘઇ પોલીસ સ્ટેશન ખાતે વઘઇ વ્યાપારી એસોસિએશનનાં વેપારીઓ સાથે ઉતરાયણ તહેવારને લઈને અગત્યની બેઠક યોજાઈ હતી.જેમાં ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગથી નાગરિકો, પશુ-પક્ષી અને પર્યાવરણને નૂકસાન થતુ હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.જેનો ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. કોઈપણ વેપારી પ્રતિબંધિત વસ્તુ વેચાણ કરતા ઝડપાશે તો કાયદેસરની કાર્યવાહી થશે.જેની ખાસ નોંધ લેવી.વધુમાં ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને ઉપયોગ અંગે નાગરિકો પણ ૧૦૦ નંબર ઉપર ફરિયાદ કરી શકશેનું જણાવ્યુ હતુ..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!