NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા કોમર્શિયલ દુકાનોમાં ફાયર સેફટીની સુવિધા ન રહેતા સીલ કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારીનવસારી શહેરમાં નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા કોમર્શિયલ ઇમારતોમાં ફાયર સેફટીની સુવિધા ન હોવાને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. હાઇરાઇઝ ઈમારતોમાં ફાયર સેફટી ન લગાવનાર દુકાનોને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. કચેરીથી સૂચના મળતા શહેરમાં બહુમાળી કોમર્શિયલ ઇમારતોમાં દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.2થી વધુ વખત નોટિસ છતાં કામગીરી ન કરતા પગલાં લેવાની ફરજ પડી હતી. નવસારી શહેરમાં ૩૦ થી વધુ ઇમારતો આવેલી છે જેમાંથી ૨૨ હાઇરાઇઝ બિલ્ડીંગમાં વિજલપોર પાલિકા દ્વારા ફાયર સેફટી લગાવવા માટે અઘાઊ બે વખત નોટિસ આપી જાણ કરવા છતાં હાઈરાઇઝ ઇમારત ધારકોએ નોટિસો ગણકારી ન હતી જેથી નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા તાત્કાલીક ધોરણે શહેરમાં આવેલી જુદી-જુદી ઈમારતોમાં કોમર્શિયલ દુકાનો સીલ કરવામાં આવી છે. નવસારી શહેરમાં ૨૨ થી વધુ એવી ઈમારતો છે જેમણે ફાયર NOC હજી સુધી નથી લીધું. જેને લઈને નગરપાલિકા એક્સનમાં આવી હંગામી ધોરણે કડક કાર્યવાહી હાથ ધરી ઇમારતો સીલ કરવામાં આવી

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!