NAVSARIVANSADA

વાંસદા કોલેજના IQAC અને NAAC અંતર્ગત GPSC વર્ગ 1, 2 અને 3 ની સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શક સેમિનાર યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ વાંસદા

વાંસદા કોલેજના IQAC અને NAAC અંતર્ગત GPSC વર્ગ 1, 2 અને 3 ની સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શક સેમિનાર યોજાયો.

વાંસદા સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના તથા વાંસદા સરકારી વિનયન અને વાણિજય કોલેજના IQAC અને NAAC અંતર્ગત મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસ કચેરીના સહયોગથી GPSC વર્ગ 1, 2 અને 3 ની સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે એસ. એમ. ગરાસીયા મદદનીશ આદિજાતિ કમિશ્નર નવસારી ઉપસ્થિત રહ્યાં હતા. કોલેજના એસોસિયેટ પ્રો. પરેશ શાહ મુખ્ય વક્તા, પરિન મહેતા વિષય નિષ્ણાંત તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. રાજેશભાઈ ચૌધરીએ આગામી સમયમાં આવનાર વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી તે અંગે જુદાજુદા વિષયો દ્વારા સચોટ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. આગામી 11મીથી આદિજાતિ વિદ્યાર્થિઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના નિઃશુલ્ક વર્ગો શરૂ થનાર હોવાની માહિતી આપી હતી. આ સેમિનાર સરકારી કોલેજ વાંસદાના આચાર્ય ડો. વાય. જે. મિસ્ત્રીના માર્ગદર્શન તથા IQAC અને NAACના અધ્યક્ષ ડો. રાકેશ ગાંવિત અને પ્રો. રાકેશભાઇનાં સંકલન થકી થયો હતો. કાર્યક્રમના ઉદઘોષકની ભૂમિકા ડો. પ્રતિબેન પટેલે નિભાવી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!