DHROLJAMNAGAR

જામનગર જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2023 જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ ખાતે સુસંપન્ન થયું

પ્રદર્શન-2023નું ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન જામનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા જી.એમ. પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ ખાતે કરવામાં આવ્યું હતું.તા.3/1/23 ના રોજ મુખ્ય અતિથિ ધરમશીભાઈ ચનિયારા ના અધ્યક્ષ સ્થાને વરદ હસ્તે દિપપ્રાગતટય તેમજ પ્રાથમિક શિક્ષક સમિતિના ચેરમેન શ્રી લઘઘીરસિંહ જાડેજા તથા જિલ્લાના અન્ય ૫દાઘિકારી જિલ્લા શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ, જીલ્લાા પ્રાથમિક શિક્ષણાઘિકારી છત્રપાલસિંહ જાડેજા, ડાયટ જામનગરના પ્રાચાર્યા બગડા સાહેબ,. જામનગરના નિવૃત પ્રાચાર્ય રીંડાણી સાહેબ,. જામનગરના સુરેલીયા સાહેબ,.ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિગુભા જાડેજા તેમજ અન્ય સંઘ પ્રમુખશ્રીઓ,. જી.એમ. ૫ટેલ કન્યાક વિદ્યાલયના આચાર્ય બહેનશ્રી વિજયાબેન બોડા અને સમગ્ર શિક્ષણ સ્ટાફ વિદ્યાર્થીની બહેનો અને અન્ય મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં માધ્યમિક કક્ષાની તેમજ પ્રાથમિક કક્ષાની મળી કુલ 70 કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ પાંચ વિભાગમાં રજૂ કરવામાં આવી. આ પ્રદર્શનમાં જોડિયા તાલુકા કક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ પ્રાથમિક શાળાઓએ અલગ અલગ પાંચ વિભાગમાં ભાગ લીધો હતો. જેમાં પ્રથમ વિભાગમાં શ્રી હડીયાણા કન્યાશાળા ના માર્ગદર્શક શિક્ષક શ્રી ચંપકભાઈ ધમસાણીયા ની સાથે વિદ્યાર્થીની બહેનો કગથરા હેતવીબેન અને પીલુડિયા એસવીબેન તથા દ્વિતીય વિભાગમાં શ્રી બેરાજા પ્રાથમિક શાળાના માર્ગ દર્શક શિક્ષિકાબેન શ્રી ભક્તિબા જાડેજા ની સાથે વિદ્યાર્થી ભાઈઓ ચાવડા મયંક અને પોપટિયા રેહાન તથા ત્રીજા વિભાગમાં શ્રી બાલાચડી પ્રાથમિક શાળાના માર્ગદર્શક શિક્ષક શ્રી ગોધાવીયા મુસ્તાક અને વિદ્યાર્થીની બહેનો વાઘેલા તન્વીબા તથા વાઘેલા કિરણબા અને ચોથા વિભાગમાં શ્રી નેસડા પ્રાથમિક શાળાના માર્ગદર્શક શિક્ષક શ્રી ઘમસાણીયા રમેશચંદ્ર અને વિદ્યાર્થી ની બહેનો મકવાણા સ્નેહા અને લૈયા ધ્રુવી તથા પાંચમા વિભાગમાં શ્રી વાવડી પ્રાથમિક શાળાના માર્ગદર્શક શિક્ષક શ્રી પટેલ ભાવિક ભાઈ તથા વિદ્યાર્થીની બહેનો મારુ ક્રિષ્ના અને મકવાણા ધર્મિષ્ઠા એ ભાગ લીધો હતો. તા. 5/1/ 2023 ના રોજ આ તમામ માર્ગદર્શક શિક્ષકો અને વિદ્યાર્થીની બહેનોનું શિલ્ડ અને પ્રમાણપત્ર ઇનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શ્રી જી એમ પટેલ કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી વિજયાબેન બોડા એ આ જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન ની તમામ વ્યવસ્થા ખૂબ જ સુચારુ રીતે સંભાળી હતી. તેમજ કાર્યક્રમ દરમિયાન એમ. ડી. મહેતા લોકવિજ્ઞાન કેન્દ્ર ધ્રોલના પ્રોગ્રામ ઓફિસર ડો. સંજયભાઈ પંડ્યા અંધશ્રદ્ધા નાબૂદીના કાર્યક્રમ રજૂ કર્યો હતો. જેથી વિદ્યાર્થીઓમાં ખૂબ જ આનંદમય અને વિજ્ઞાનમય વાતાવરણનું સર્જન થયું હતું. આ વિજ્ઞાન મેળા દરમિયાન ત્રણ દિવસ દરમિયાન લગભગ ચારથી પાંચ હજાર વિદ્યાર્થી ભાઈ બહેનોએ મુલાકાત લીધી હતી તેમજ વિશેષમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ પણ મુલાકાત લઈ અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાનહન પુરુ પાડયું હતું.
રિપોર્ટર :શરદ એમ.રાવલ.

Back to top button
error: Content is protected !!