ABADASAKUTCH

અબડાસા તાલુકાના નલિયા મધ્યે તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા નું આયોજન કરવા માં આવ્યું હતું.

૧૦-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

રિપોર્ટ :- રમેશ ભાનુશાલી – નલીયા

અબડાસા કચ્છ :- અબડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આગામી નાણાકીય વર્ષના બજેટને બાહાલી આપવામાં આવી હતી.તાલુકા પંચાયતના પ્રમુખ તેજભાઈ લાખા કેરના પ્રમુખ સ્થાને મળેલી આ બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષના સુધારેલા અંદાજ પત્રને પણ બહાલી આપવામાં આવી હતી.જિલ્લા પંચાયતના સદસ્ય પરસોત્તમ ભાઈ મારવાડાએ અબડાસા મા લખતો વખત યોજાતા સરકારી કાર્યકર્મોમાં તાલુકા અને જિલ્લા પંચાયતના પદધિકારીઓને નિમંત્રણ આપવા રજૂઆત કરવામાં આવી હતી.શાસક જૂથના નેતા મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યું કે તાલુકા પંચાયતની યોજાતી વખતો વખત મીટીંગોમાં તાલુકાના તમામ અધિકારીઓને ફરજિયાત હાજર રહે તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચન કર્યું હતું.આ બેઠકમાં પ્રારંભમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી રાઠવા સાહેબે સૌને આવકાર્યા હતા.વિસ્તરણ અધિકારી નિકુંજભાઈ એ બજેટનું વાંચન કર્યું હતું.આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના સદસ્યો પરસોત્તમભાઈ મારવાડા.. ભાવનાબા જાડેજા.. અને વિપક્ષી નેતા મહાવીર સિંહ જે જાડેજા ઉપરાંત તાલુકા પંચાયતના પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!