NARMADATILAKWADA

કેવડિયા વિભાગના DYSP વાણી દુધાત મેડમની અધ્યક્ષતામાં રાધાબા ભવન તિલકવાડા ખાતે યોજાયો લોક સંવાદ કાર્યક્રમ

કેવડિયા વિભાગના DYSP વાણી દુધાત મેડમની અધ્યક્ષતામાં રાધાબા ભવન તિલકવાડા ખાતે યોજાયો લોક સંવાદ કાર્યક્રમ

રીપોર્ટર વસિમ મેમણ તિલકવાડા

ગુજરાતને વ્યાજખોરી મુક્ત બનાવવા રાજ્ય સરકાર દ્વારા ગુજરાત નાણા ધીર ધાર અધિનિયમ 2011 અંતર્ગત નાગરિકોમાં સામાજિક જાગૃતિ આવે તે ઉદ્દેશ્ય સાથે લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપ કેવડિયા વિભાગની DYSP વાણી દુધાત મેડમની અધ્યક્ષતામાં રાધાબા ભવન તિલકવાડા ખાતે લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

આ કાર્યક્રમ ના અધ્યક્ષથાને થિ સંબોધન કરતા કેવડિયા વિભાગના DYSP વાણી દુધાત મેડમે જણાવ્યું કે વસ્તુ અને નાણાની લેવડ દેવડ એ મનુષ્ય જાતિના ઐતિહાસનો સૌથી જૂનો વ્યવસાય છે લાલચ અથવા મજબૂરીના કારણે અત્યાર સુધી લોકોને ખાનગી પેઢી પાસેથી વ્યાજે નાણા લેવાના કારણે મોટું નુકસાન થયું છે આજે પરવાનગી વગર વ્યાજનો વ્યવસાય કરતાં લોકો મર્યાદિત વ્યાજ કરતા વધુ વ્યાજ લઈ રહ્યા હોવાની અનેક ફરિયાદો સામે આવી રહી છે લોકો વ્યાજની રકમ ચૂકવવા સક્ષમ ન હોય ત્યારે અન્ય પ્રકારે ત્રાસ તેમજ ધાકધમતીથી રૂપિયા ઉઘરાવવા સહિત અન્ય મોટી રીતે વસૂલાત પણ કરવામાં આવતી હોય છે તેવા લોકો ને હવે નર્મદા જિલ્લા પોલીસ નહીં બક્ષે અને જિલ્લામાં ખોટી રીતે વ્યાજનો ધંધો કરતા લોકો અંગે નીડરતાથી જિલ્લા પોલીસને ફરિયાદ કરવા માટે તેમણે અપીલ કરી હતી સાથેજ હાલ ચાઈનીઝ દોરી નો ઉપયોગ નહિ કરવા અને જો કોઈ ચાઈનીઝ દોરી નું વેચાણ કરતો હોય તો માહિતિ આપવા માટે તેમણે અપીલ કરી હતી અને બાતમી આપનાર નો નામ ગુપ્ત રહેશે તેમ જણાવ્યું હતું

આ કાર્યક્રમમાં ઉપસ્થિત તિલકવાડા તાલુકા ભાજપા પ્રમુખ બાલુભાઈ બારીયા એ પોતાના વક્તવ્ય માં જણાવ્યું કે કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો ખર્ચમાં કાપ મૂકી ઓછા ખર્ચે ગાય આધારિત ખેતી કરી પોતાની આવકને બમણી કરવા તેમજ પશુપાલનની ખેતી સાથે સંકળી લેવા આગ્રહ કર્યો હતો સરકારશ્રીની અનેકવિધ યોજનાઓનો લાભ લઈને નાના નાના ઉદ્યોગો શરૂ કરી પોતાના કુટુંબને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા તેમજ બાળકોને સારો શિક્ષણ આપવા માટે પણ તેમણે અનુરોધ કર્યો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!