SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

લીંબડી બગોદરા હાઈવે પર થી એક કરોડની આઈસરમાંથી ચોરી

તા.10/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ અમદાવાદ હાઇવે પર ચાલુ વાહને ચોરી તથા લૂંટના બનાવો અવારનવાર બનતા હોય છે ત્યારે 6 જાન્યુઆરીએ લીંબડી અમદાવાદ હાઈવે પરથી ચાલુ આઈશરમાંથી ચોરીનો બનાવ બન્યો હતો લીંબડીથી રાજકોટ બાજુ બોડિયા ગામ નજીક બે અજાણ્યા શખ્સ બાઇક પર આવીને ચાલુ આઈશરમાંથી પાછળનું લોક તથા સીલ તોડીને એમાં મૂકેલાં પૂંઠાનાં બોક્સ નંગ 719 પૈકી બોક્સની અંદર રહેલા ટાટા સ્કાયનો સામાન રૂ.20 હજાર, હેડફોન તથા પાવરબેક રૂ. 23 હજાર, ઓટો મોબાઈલ, જેમાં પોલીસે અંદાજો લાવેલા રોકડા રૂ. 50 હજાર, 96 હજાર રૂપિયાના લેપટોપ તેમજ અલગ-અલગ કંપનીનાં અલગ મોડલના 259 નંગ મોબાઈલ જેની કુલ કિંમત રૂ. 91,16,563 તથા પ્રિન્ટિંગના રોલ રૂ. 28 હજાર, ઘડિયાળ રૂપિયા 2,27,385, ટેબ્લેટ 12 લાખ, એમ અલગ અલગ ચીજવસ્તુઓ મળીને કુલ રૂ.1,7,17,133 ના મુદ્દામાલની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસે બે અજાણ્યા શખસ વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ડી.વાય.એસ.પી.એ વધુમાં જણાવ્યું હતું કે રાત્રિના દોઢેક વાગ્યાના સુમારે લીંબડી નજીક આ કામનો ભોગ બનનારા શખ્સની ગાડીનો ઓવરટેક કરીને એક ગાડીના ચાલકે તેમને ગાડીનો પાછળનો દરવાજો ખુલ્લો હોવાની સાથે સામાન ચોરાયો હતો આ ચાલુ ગાડીમાંથી રૂ.એક કરોડથી વધુનો મુદામાલ ચોરાયો હોવાની વિગતના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી હાલ બે બાઇક સવારે લોક અને સીલ તોડી માલ તફડાવતા એલસીબી, એસઓજી સહિત પોલીસની વિવિધ ટીમો દ્વારા તસ્કરોની ગેંગને ઝબ્બે કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!