HALVADMORBIMORBI CITY / TALUKO

વિસરાઈ રહેલી ટપાલો ને જીવંત રાખવાનો નવતર પ્રયોગ

વિસરાઈ રહેલી ટપાલો ને જીવંત રાખવાનો નવતર પ્રયોગ

શ્રી ઉમા કન્યા વિદ્યાલય હળવદ ની ધોરણ 12 ની વિદ્યાર્થીનીઓ એ વિસરાઈ ગયેલી ટપાલો ને જીવંત કરવા માટે એક નવતર પ્રયોગ કર્યો. મોબાઈલ યુગમાં ભાગ્યે જ કોઈક ના ઘરે ટપાલ આવતી હોય છે. ધોરણ 12ના અભ્યાસક્રમમાં તાર ટપાલ વિભાગ નો ટોપિક છે. આ ટોપિક ને અનુલક્ષીને હોસ્ટેલમાં રહેતી ધોરણ12ની વિદ્યાર્થિનીઓએ પોતાના પરિવારને એક ટપાલ લખીને મકરસંક્રાંતિ ના તહેવારમાં પતંગ ચગાવતી વખતે અગાસી ઉપરથી પડવાથી, વીજળીના તારને અડકવાથી થતા અકસ્માતોથી બચીને સુરક્ષિત રહેવાની વાત કરી છે. ખુલ્લા આકાશ માં ઉડતા પક્ષીઓ ને નુકસાન ન થાય તે માટે ચાઈનીઝ દોરી નો ઉપયોગ ટાળવો જોઈએ. જીવ દયા ની ભાવના વ્યક્ત કરી છે.

 

મકરસંક્રાંતિ ના તહેવારોમાં સાવચેતી રાખીને પતંગ ચગાવી ને તહેવારોની ઉજવણી કરવી જોઈએ. વર્તમાન સમયમાં ટપાલ નું મહત્વ વિસરાઈ રહ્યું છે ત્યારે આ વિદ્યાર્થીનીઓએ પોતાના ઘરે ટપાલ લખીને ટપાલના મહત્વ ને જીવંત રાખ્યું છે. એક સમય હતો જ્યારે લોકો દિવાળીના સમયે પણ ટપાલ લખીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા હતા. પૌરાણિક સમયમાં ટપાલ નુ આગવું અને અનોખું મહત્વ હતું.

વિશાલ જયસ્વાલ હળવદ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!