VALSADVALSAD CITY / TALUKO

વલસાડ સરકારી પોલીટેક્નીક અને આર.ટી.ઓ દ્વારા પતંગના દોરાથી બચવા સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું

બાઈક ચાલકોને હાલર રોડ, તિથલ રોડ, પોલિટેકનિકના ગેટ સહિત ત્રણ જગ્યાએ ૨૦૦૦ બેલ્ટ અપાયા     

===

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૧ જાન્યુઆરી 

વલસાડ જીલ્લામાં નેશનલ રોડ સેફ્ટી વીક-૨૦૨૩ ઉજવણી અંતર્ગત આર.ટી.ઓ વલસાડ, સીટી પોલીસ તંત્ર અને સરકારી પોલીટેક્નીક વલસાડના સંયુક્ત ઉપક્રમે તા. ૧૧મી જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ બાઇક ચાલકોને પતંગના દોરાથી બચવા માટે ગળાના સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્દઘાટન વલસાડ જીલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા. એસ. આગ્રે ના હસ્તે કરવામાં આવ્યું હતું.

જેમાં અત્યાર સુધીમાં વલસાડ હાલર રોડ, સરકારી પોલિટેક્નીક વલસાડના ગેટ પાસે તેમજ તિથલ રોડ એમ ત્રણ જગ્યાઓ ખાતે આશરે ૨૦૦૦ જેટલા બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું.  કલેકટરશ્રીએ પોતે પણ રસ્તા ઉપર આવી નાગરિકોને સેફ્ટી બેલ્ટ આપી માર્ગસલામતી વિશે સમજણ આપી હતી.

આ કાર્યક્રમમાં સરકારી પોલીટેક્નીક વલસાડના આચાર્ય શ્રીમતી રિંકુ શુક્લા, સીટી પોલિસ સ્ટેશનના પોલીસ ઈંસ્પેક્ટર, તથા ટ્રાદિક પોલીસ ટીમ પણ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આર ટી ઓ વલસાડ ટીમ, સરકારી પોલીટેકનીક વલસાડની ટીમ, રોડ સેફટી ટીમ અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!