BHARUCHNETRANG

નેત્રંગ સ્વામિનારાયણ મંદિર ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ યોજાયો.

નેત્રંગ સ્વામિનારાયણ મંદિર ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ યોજાયો.

નેત્રંગ તાલુકા કક્ષાએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ મંદિર ખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેક્ટરે હાજર જનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

 

ત્યારબાદ નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ ચુડાસમાએ હાજરાજનોને સંબોધતા જણાવ્યું હતું કે ખોટી રીતે ધિરધાર કરનાર અને ઉંચા દરથી વ્યાજે નાણાં આપનાર વિરુદ્ધ હાલ સમગ્ર ગુજરાતમાં ઝુંબેશ ચાલી રહી છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ લોક દરબાર કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. એક્ટ વિશે બહુ ઓછા લોકોને જાણકારી હોય છે. તે માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે હાલ ગુજરાત સરકાર તરફથી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વ્યાજ લેનાર વ્યાજ ચૂકવી ન શકે ત્યારે આંત્યંતિક પગલું ભરી લે છે. ભરૂચ જિલ્લામાં ૪૦ જેટલા લોક દરબાર કાર્યક્રના આયોજન કરવામાં આવ્યા છે. અને હાલ વ્યાજખોરો વિરુદ્ધ ચાર જેટલા ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે.

વ્યાજ એક વિષચક્ર હોવાનું તેઓએ જણાવ્યું હતું. ૧૫ ટકા લેખે લીધેલા વ્યાજના ગુના પણ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યા છે. વ્યાજ ધિરનાર વ્યાજ લેનાર પાસેથી મિલકતો લખાવી લે છે, વાહનો અને દુકાનો પણ લઈ લે છે. વ્યાજખોરો તરફથી ધાક ધમકી મળે તો આઇપીસી એક્ટ હેઠળ ગુનો દાખલ થાય છે. વ્યાજખોરોનો ત્રાસ હોય તો સામે આવીને પોલીસને જાણ કરવા તેઓએ અનુરોધ કર્યો હતો. જે લોકો વ્યાજખોરોનો ભોગ બને તેઓને પોલીસમાં જાણ કરવા પણ જણાવવામાં આવ્યું હતું.

 

સમાજમાં જે દૂષણ વ્યાપી જવા પામ્યું છે. તેના વિરુદ્ધ સરકાર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ બાબતે સી આઇ ડી ક્રાઇમ પણ સતત મોનિટરિંગ કરી રહી છે. અને સરકાર પણ આ બાબતે ગંભીર બની છે લોકોમાં જાગૃતિ આવે એ હેતુસર લોક દરબાર કાર્યક્રમ આયોજિત થઈ રહ્યા છે. તેઓએ લોકોને અન્યાય સહન ન કરવા અનુરોધ કર્યો હતો. વ્યાજખોરો વિરુદ્ધ બંધ કવરમાં અરજી આપવા અને હિંમત રાખી પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ૩૧મી જાન્યુઆરી સુધી વ્યાજખોરો વિરુદ્ધ ડ્રાઇવ રાખવામાં આવી છે. અને આગળ પણ ચાલુ રહેશે.આ બાબતે ગૃહમંત્રી પણ સતત સમીક્ષા કરી રહ્યા છે.

 

આ લોક દરબારમાં નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ ચુડાસમા, પોલીસ જવાન અજીતભાઇ વસાવા તેમજ અન્ય પોલીસ જવાનો, પોલીસ મથકના તાબા હેઠળના ગામોના સરપંચો સહિત નગરના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં તાલુકા વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

બ્રિજેશકુમાર પટેલ

પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!