NATIONAL

15 વર્ષની મુસ્લિમ છોકરી કરી શકે છે લગ્ન, સુપ્રીમ કોર્ટે કહ્યું- HCના નિર્ણયને ઉદાહરણ તરીકે ન લો

સુપ્રીમ કોર્ટ મુસ્લિમ છોકરીઓના લગ્નને લઈને નેશનલ ચાઈલ્ડ રાઈટ્સ પ્રોટેક્શન કમિશન (NCPCR)ની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ ગઈ છે. અરજીમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે 15 વર્ષની મુસ્લિમ છોકરી પર્સનલ લો હેઠળ લગ્ન કરી શકે છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાના અંતિમ આદેશમાં કહ્યું હતું કે હાઈકોર્ટના નિર્ણયને દાખલા તરીકે ન લેવો જોઈએ.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR) દ્વારા દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પિટિશનમાં નોટિસ જારી કરતી વખતે વચગાળાનો આદેશ આપ્યો હતો.

હાઈકોર્ટના નિર્ણયને એ આધાર પર પડકારવામાં આવ્યો હતો કે તે જાતીય અપરાધથી બાળકોના રક્ષણના કાયદાની વિરુદ્ધ છે, જે જાતીય સંમતિ માટે 18 વર્ષની વય નક્કી કરે છે. ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા, NCPCR માટે હાજર થઈને, POCSO હેઠળના ગુનાઓનો બચાવ કરવા માટે વ્યક્તિગત કાયદાનો ઉપયોગ કરવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

હાઈકોર્ટના નિર્ણયને ઉદાહરણ તરીકે ન લો

તુષાર મહેતાએ કહ્યું, “14, 15, 16 વર્ષની છોકરીઓના લગ્ન થઈ રહ્યા છે. શું પર્સનલ લૉ તેનું રક્ષણ કરી શકે છે? શું તમે ફોજદારી ગુના માટે કસ્ટમ અથવા પર્સનલ લૉની દલીલ કરી શકો છો?” નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સની અરજી પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચે આ મામલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્ણયને ઉદાહરણ તરીકે ન લેવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર 

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં અરજી કરનારને નોટિસ પણ પાઠવી છે. NCPCR વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું કે 15, 16 વર્ષની છોકરીઓના લગ્નને કાયદેસર રીતે માન્ય કહેવામાં આવી રહ્યું છે, જે POCSO કાયદાની વિરુદ્ધ છે. શું આને પર્સનલ લોના નામે મંજૂરી આપી શકાય? જો કે સુપ્રીમ કોર્ટે હાલ પૂરતું હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે, પરંતુ આ મામલે વધુ સુનાવણી કરવા સંમતિ આપી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!