KHEDA

આર.સી.મિશન શાળા વડતાલમાં ઉતરાણ પર્વની ભવ્ય ઉજવણી થઈ

તા 13 જાન્યુઆરી 2022 શુક્રવાર ના રોજ પ્રાર્થના સમયમાં શાળાના આચાર્યશ્રી અનિકેત ડાભી દ્વારા આજનો પતંગ મહોત્સવ કાર્યક્રમ તમારા માટે યોજાયેલો છે.બધા સાથે મળી ઉત્સવ માં ભાગ લઈએ ત્યારબાદ શાળાના શિક્ષક મિત્ર શ્રી ડૉ શૈલેષ વાણીયા દ્વારા ઉતરાણ પર્વનું મહત્વ સમજાવતા જણાવે છે કે.ઉત્તરાયણ અને સૂર્યની દક્ષિણાયનનું મહત્વ ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે. સૂર્ય દક્ષિણાયનમાં હોય છે ત્યારે પૂજા, જપ અને તપનું મહત્વ વધી જાય છે. આ સમયમાં પૂજા અને ધ્યાન કરવાથી તમામ વિકારો દૂર થઈ જાય છે.સનાતન ધર્મમાં સૂર્યની ઉત્તરાયણનું વિશેષ મહત્વ છે. હિન્દીકેલેન્ડરમુજબ14જાન્યુઆરીથી 20 જૂન સુધી સૂર્યદેવ ઉત્તરાયણમાં રહે છે. આ દરમિયાન સૂર્યદેવ મકર રાશિથી મિથુન રાશિમાં ભ્રમણ કરે છે. મકરસંક્રાંતિની બીજી એક કથા એ પણ જાણવા મળે છે કે મકરસંક્રાંતિના દિવસે જ ભીષ્મ પિતામહે મહાભારત કાળમાં પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો. ભીષ્મ પિતામહે પોતાના પ્રાણનું બલિદાન આપતા પહેલા સૂર્ય મકર રાશિમાં પ્રવેશવાની રાહ જોઈ હતી. જે આત્માઓ સૂર્યની ઉત્તરાયણના સમયે શરીર છોડીને સીધા દેવલોકમાં જાય છે. ઘણા બધા ઉદાહરણો દ્વારા ઉતરાયણ નું મહત્વ સમજાવ્યું. આચાર્યશ્રી દ્વારા સુંદર ગીત” ઉડે પતંગ રંગ દાર આભમાં” બાળગીત ખવડાવવામાં આવ્યું ગાયકવૃંદ દ્વારા સંગીત ની મઝા માણી. ડોક્ટર શૈલેષ વાણીયા શૈલે પોતાનો વર્ગ ધોરણ 8 ના વિદ્યાર્થીઓને ચાઈનીઝ દોરી ન વાપરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવી. બે તાસ ના અભ્યાસ બાદ પતંગ બાજી મહોત્સવ શરૂ થયો 1 થી 8 ના બાળ મિત્રોએ ભાગલીધો શિક્ષક મિત્રો પોતાના બાળકોની સાથે પતંગ ઉત્સવ માં જોડાયા અતુલ સર, શીલાબેન, રાજેશસર, વિકાસ સર, પ્રિયંકાબેન, જયશ્રીબેન નીતાબેન ને ઉત્સવ નો ખૂબ જ આનંદ માણ્યો કાપ્યો લપેટ ની બૂમો મેદાન ગુંજી ઉઠયું સ્પીકર ના અવાજે આનંદમાં વધારો કર્યો કોરોના બાદ અનોખી ઉજવણી આર. સી.મિશન શાળા વડતાલમાં જોવા મળી વાલી મિત્રો નો સહકાર સૌનો ખૂબ ખૂબ આભાર સાથે છૂટા પડ્યા.

Back to top button
error: Content is protected !!