DHARAMPURVALSAD

ધરમપુરમાં સવામી વિવેકાનંદજીની ૧૬૧મી જન્મજયંતીની રંગેચંગે ઉજવણી, યુવા રેલી અને સંમેલનમાં ૨૫૦૦ જેટલા યુવાનોએ ભાગ લીધો

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૨ જાન્યુઆરી 

ધરમપુરમાં શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના ઉપક્રમે વિશ્વઆચાર્ય સ્વામી વિવેકાનંદજીની ૧૬૧મી જન્મજયતી યુવા-રેલી અને યુવા-સંમેલનના સહવારે ઉજવાઇ હતી જેમાં નગરની અને તાલુકાના શાળા અને કોલેજના વિદ્યાર્થીમિત્રો, એબીવીપીના કાર્યક્રતાઓ, શિક્ષકો, પ્રાધ્યાપકો, કેળવણીકારો અને નગરના પ્રબુદ્ધ નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.

સવારે ૭.૪૫ વાગ્યે સ્વામી વિવેકાનંદ સ્મારક સમડીચોક ખાતે ઉપસ્થિત સૌએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રાસંગિક આવકાર બાદ ૨૫૦૦ થી વધુ યુવા વિદ્યાર્થીઓના સથવારે નીકળેલી યુવા-રેલી નગરના સમડીચોક થી પ્રભુફળિયા, મોટાબજાર, ટાવરરોડ, રાધાકૃષ્ણ મંદિર, ગાંધીબાગ, દશોન્દી ફળિયા, ગાર્ડન રોડ, એસ.ટી. ડેપો રોડ, જેલરોડ થઈ મનહરઘાટે પાછી ફરી હતી, સમગ્ર રેલી દરમિયાન યુવાનોએ ભારતમાતા અને સ્વામી વિવેકાનંદજીના જયઘોષના સથવારે સમગ્ર નગરને વિવેકાનંદમય કરી મૂક્યું હતું, નગરજનોએ પોતાના ઘરમાંથી બહાર નીકળી યુવાનોનો ઉત્સાહ વધારતા જયઘોષ કરતા નજરે પડ્યા હતા.

રેલી બાદ મનહરઘાટના પરિસર ખાતે યુવા-સંમેલન યોજાયું હતું જ્યાં ડો દોલતભાઈ  દેસાઇએ ટ્રસ્ટની પ્રવૃતિઓનો પરિચય આપી સૌને આવકાર્યા હતા યુવા સંમેલનમાં જાણીતા વકતા  અંકિતભાઈ દેસાઇ પોતાની ભાવવાહી શૈલીમાં વિવેકનંદજીના આત્મશ્રદ્ધા, આત્મજ્ઞાન, આત્મસંયમના સિધ્ધાંતો આધારીત વિસ્તૃત છણાવટ કરી ઉપસ્થિત યુવાનોને પોતાની જાતમાં શ્રધ્ધા રાખી આત્મશ્રદ્ધા કેળવવા અને શ્રદ્ધાના પાયા પર ઊભા રહી બળવાન બનવાનું નવું સૂત્ર આપ્યું હતું, વૈચારિક રીતે અને ભાવનાત્મક રીતે પણ આત્મર્નિભર બની સમાજ અને દેશસેવામાં જોતરવાની વાત કરી હતી વધુમાં માર્મિક ટકોર કરતાં પણ જણાવ્યું કે આજે આપણે  બીજા પાસે કે પશ્ચિમના દેશ પાસે ઉછીના વિચારો લઈએ છીએ તો આપણી વિચારશીલતા સંપૂર્ણપણે ગુલામ છે. જીવન એ કોઈ ન્યૂટનની ગતિનો નિયમ નથી કે એમાં ફેરફારો ન કરી શકાય. આપણે સૌએ વૈચારિક રીતે પણ કોઈના પપેટ બની રહેવા કરતા આત્મનિર્ભર બની રહો એમ કહી જણાવ્યું હતું કે ‘તમારા ભાગ્યના નિર્માતા તમે પોતે જ છો. ભાગ્યને આધારે બેસી રહેલા જીવનમાં ક્યારેય આગળ વધી શકેલા નથી.’ આજનો યુવાન ૨૦૪૭ સુધીમાં શતાયુ સ્વતંત્રતા પર્વની ઉજવણીનો પણ સાક્ષી બનવાનો છે ત્યારે દેશ માટે આજના યુવાનોએ કઈક કરી છૂટવાની હાકલ કરી યુવાનોને સ્વ માટે નહીં પરંતુ દેશ માટે જીવવાની પ્રેરણા આપી હતી.

એબીવીપીના સ્ટેટ યુનિ. ના કોર્ડીનેટર કેવિન પટેલે પણ ઉપસ્થિત સૌ યુવાનોને દરરોજ સ્વામી વિવેકનંદજીના પુસ્તકો વાંચવા અનુરોધ કર્યો હતો મહેમાનોને પુસ્તકો ભેટ સ્વરૂપે આપ્યા બાદ આભારવિધિ આટોપી પ્રતિક કોટકે આટોપી હતી

આ અવસરે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા, ગિરીશ સોલંકી, મુકેશ મેરાઈ, હિતેશ મેરાઈ, પ્રકાશ મેરાઈ, પ્રગનેશ વસાણી, પંકજ પટેલ, દેવલ રાંચ  એબીવીપીના હર્ષ આહીર ઉપસ્થિત રહ્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!