DEDIAPADANARMADA

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભ્રષ્ટાચારનો વધુ એક ભાંડો ફોડ્યો

 

નર્મદા જિલ્લામાં 360 કરોડની બોરદા પાણી પુરવઠાની યોજના ભ્રષ્ટાચારની ગંગોત્રી!
જલારામ એન્ટરપ્રાઇઝ જેવી એજન્સીઓ અને અધિકારીઓ કરોડો રૂપિયાની ગ્રાન્ટ હજમ કરીને બેઠા છે.

એક એજન્સી 70 કરોડના બિલ બનાવી ગયા. 29 કરોડનું બિલ દેડીયાપાડામાં બની ગયું.!!

એજન્સી સામે કાર્યવાહી કરશું

આવી એજન્સીઓને અમે નર્મદામા ઘૂસવા પણ નહીં દઈએ.

બહારની એનજીઓ કરોડોના કામો લઈ જાય છેને સ્થાનિક એજન્સીની અવગણીના થાય છે!

બીજાનેતાઓ પણ આવો ભ્રષ્ટાચાર કરશે તો અમે પણ અન્ન જળ નો ત્યાગ કરીને ધરણા પર બેસી જઈશું.-ચૈતર વસાવા

 

તાહિર મેમણ : ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ભ્રષ્ટાચારનો વધુ એક ભાંડો ફોડીને સૌને ચોકાવી દીધા છે.આ અગાઉ નર્મદામા ટ્રાઈબલમા અધિકારીઓ એજન્સી સાથે 10ગણું વધારે એસ્ટીમેટ બનાવીને કામો કરાવતા હોવાની અધિકારીઓની પોલ બહાર પાડી ચૂકેલા આ યુવા ધારાસભ્યએ નર્મદા જિલ્લામાં 360 કરોડની બોરદા પાણી પુરવઠાની યોજનાને ભ્રષ્ટાચારની ગંગોત્રીગણાવી છે. એક ખાસ મુલાકાતમા ચૈતર વસાવાએ એજન્સીઓ અને અધિકારીઓની ચાલતી મીલીભગત હોવાનું જણાવી કરોડો રૂપિયાની ગ્રાન્ટ હજમ કરીને બેસતા એજન્સીઓના નામો પણ જાહેર કરતા વહીવટી તંત્રમા ખળભળાટ મચી જ્વા પામ્યો છે.

આ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાને પ્રશ્ન કરેલ કે
નર્મદામા ક્યાં કામોમાં ભ્રષ્ટાચાર ચાલે છે?અને કોણ કરે છે ખોટા કામો?એવા પ્રશ્નના જવાબમા ધડાકો કરતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં 360 કરોડની બોરદા પાણી પુરવઠાની યોજના છે.જે પાણી ઉકાઈ ડેમમાંથી લાવીને સમ સુધી એ લોકો લાવે છે.જેમાં નલ સે જલ ની જે યોજના છે જેમાં કરોડો રૂપિયાના હમણાં પણ કામો ચાલુ છે. પરંતુ આજે અમે જે પણ ગામમાં જઈએ છીએ તે ગામમાં પૂછતા એક પણ ગામમાં એક પણ નળ માંથી પાણી નથી આવતું? આવનાર સમયમાં અમારી સીધી અને સરળ રાજનીતિ હશે.એક બાજુ નર્મદા ડેમ છે,એક બાજુ ઉકાઈ ડેમ છેઅને નર્મદા ડેમથી નજીકનું માથાસર કણજી ગામ છે. આવા ગામોમાં પણ પીવાના પાણીના ફાંફા હોય,નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં આવેલ કણજીના ગામમાં પણ પીવાના પાણીની તકલીફ ના હોવી જોઈએ એવું અમારું માનવું છે. આવનારા સમયમાં જે તે અધિકારીઓને એજન્સીઓ કરોડો રૂપિયાની ગ્રાન્ટ હજમ કરીને બેઠા છે. એમની સામે કાર્યવાહી કરશું.આ લોકો રોજગારીના નામે જેસીબીઓ લગાડીને બરોબર કામો લઈ જાય છે. જે એજન્સી આવે છેતે પૈસા કમાવવા આવે છે.હમણાં એક એજન્સી 70 કરોડના બિલ બનાવી ગયા. 29 કરોડનું બિલ દેડીયાપાડામાં બની ગયું. એજન્સી નું નામ છે જલારામ એન્ટરપ્રાઇઝ. અમે પણ એને નથી ઓળખતા. સરપંચો પણ પણ આવી એજન્સીને ઓળખતા નથી. પણ હવે પછી હવે આવું બધું ચાલવાનું નથી.આવી એજન્સીઓને અને ઘૂસવા પણ નહીં દઈએ. બીજાનેતાઓ પણ આવો ભ્રષ્ટાચાર કરશે તો અમે પણ અન્ન જળનો ત્યાગ કરીને ધરણા પર બેસી જઈશું.અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવશુ.
અને લોકોને ન્યાય અપાવવાનો પૂરેપૂરો મારો પ્રયાસ રહેશે.

વિકાસના કામો માટે નર્મદામા સ્થાનિક એજન્સી, એનજીઓને કામો કેમ આપતા નથી?એવા પ્રશ્નના જવાબમા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મોટાભાગે નર્મદામા બહારની એજન્સીઓ, એનજીઓ કામ કરે છે,નર્મદા ની સ્થાનિક એજન્સીને મળતું નથી અને બહારની એનજીઓ કામો લઈ જાય છે.નર્મદામાં હજુ ઘણી એવી સારી અને સેવાભાવી એનજીઓ છે જેને હજી સુધી કામ નથી આપ્યું. એવી અહીંની સ્થાનિક એજન્સીઓને, એનજીઓને કામો અપાયએવા મારા પ્રયાસો રહેશે.
અહીંના ડેડીયાપાડા ના ગ્રામ પંચાયતના 46 સરપંચો છે. સાગબારા ના 31 સરપંચો છે. આ બધા સાથે મારી મીટીંગ થઈ છે. તેમાં મારી સૌથી પહેલી પ્રાયોરિટી ગ્રામ પંચાયત રહેશે.બીજી પ્રયોરીટી મારી સ્થાનિક એજન્સીઓની રહેશે. જે તાલુકા અને જિલ્લા લેવલની હોય. બહારની એનજીઓ આવીને ફંડ લઈને જતી હોય છે . ત્યારે આવું ના થાય અને સ્થાનિક સારી એનજીઓને કામ મળે એવો મારો પૂરેપૂરો પ્રયાસ રહેશે. વર્ષોથી ટ્રાયબલ બજેટમાં ખૂબ જ રૂપિયા આવેલા છે.આજે પણ સૌથી વધારે બજેટમાં ફાળવાય છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!