GIR SOMNATHGIR SOMNATHSUTRAPADA

સિંગસર ગામની સામાન્ય પરિવાર ની દીકરી જયાબેન વાળા એ CA ની ડીગ્રી મેળવી

પોતાના સમાજ સાથે માતાપિતા અને ગામ નું ગૌરવ વધારતા ઠેર ઠેર થી શુભેચ્છાઓ ની થઈ વર્ષા

પ્રાચી તીર્થ…સુત્રાપાડા તાલુકા ના સિંગસર ગામે સામાન્ય કોળી પરિવાર ખેતી માં મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે મોટે ભાગે ખેતી મજૂરી કરી પોતાનું પેટિયું રળતા સામાન્ય પરિવાર ના બાળકો ને ગામડાનું પ્રાથમિક શિક્ષણ જ મળતું હોય છે અને આવો સામાન્ય પરિવાર જે પોતાના બાળકો ને વધુ માં વધુ 12 ધોરણ સુધી અભ્યાસ કરાવતો હોય છે અને એમાં પણ ખાસ કરીને દીકરીઓને 10 ધોરણ સુધી અભ્યાસ કરાવી અને પછી બંધ કરી દે છે જ્યારે આ બધા થી અલગ સિંગસર ગામ ના સામાન્ય પરિવાર જીવા ભાઈ વાળા ના પરિવારે પોતે મજૂરી કરી અને પોતાના બાળકો ના ભવિષ્ય ને ઉજળું બનવવા માટે અભ્યાસ ચાલુ રાખ્યો જીવાભાઈ વાળા એ દિવસ રાત જોયા વગર મજૂરી કરી જ્યારે તેમની દીકરી જયાબેન દ્વારા પોતાના પિતાનો આ સઘર્ષને જોયો અને યાદ રાખ્યો અને પોતે નક્કી કર્યું કે પિતાની આ મહેનત ને એળે નથી જાવા દેવી તેમજ પિતાના સપનાઓને સાકાર કરવા છે જેથી જયાબેન સતત અભ્યાસ માં મન લગાવી ને ધ્યાન આપ્યું જેનું આજે ચમકતા સૂરજ જેવું પરિણામ આવ્યું વાળા જયાબેન દ્વારા CA ની કઠિન પરીક્ષા પાસ કરી અને સારા માં સારું રિજલ્ટ મેળવી પોતાના પિતાના સપનાઓને સાકાર કર્યા સાથે સાથે પોતાનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવ્યું ત્યારે આજે સમગ્ર સિંગસર ગામ કોળી સમાજ નું નામ ઉજળું થયું છે સાથે સાથે આવી જીવાભાઈ વાળા ની કપરી મહેનત અને તેમની દીકરી જયાબેન ના પુરુષાર્થ ને આજે સમગ્ર જિલ્લા માંથી અને પોતાના સમાજ માંથી અભિનંદન ની વર્ષા થઈ રહી છે

કહેવાય છે કે ઇનશાન ચાહે તો ક્યાં નહીં કર શકતા અગર ઠાન મન મેં તો આસમાન કો ભી છું શકતા હે આજે આ કહેવત ને સિંગસર ગામ ની કોળી સમાજ ની દીકરીએ સાર્થક કરી બતાવી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!